કરોડોની ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવાના ગુનામાં પાંચની ધરપકડ
ઇન્દોર, મધ્ય પ્રદેશ રાજ્ય વિભાગના અધિકારીઓએ બોગસ કંપનીઓ ઉભી કરી કરોડો રૂપિયાની ઈનપુટ ટેક્સ ક્રેડીટ લેવાના ગુનામાં સુરત શહેરમાંથી પાંચ વ્યક્તિની ધરપકડ કરી હોવાનું રાજ્ય વેરાવીભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.
મધ્ય પ્રદ્દેશની સાયબર સેલ વિભાગ અને સેન્ટ્રલ ગુડ્સ અને સર્વિસ ટેક્સ કમિશ્નરે આ સંયુક્ત ઓપરેશનમાં સુરત ખાતેથી આ પાંચની ધરપકડ કરવામાં આવી છે. વિભાગે જણાવ્યું હતું કે આ પાંચ વ્યક્તિઓએ માત્ર કાગળ ઉપર જ ચાલતી હોય એવી ૫૫૦ પેઢીઓ ઉભી કરી હતી.
આ પેઢીઓમાં રૂ.૮૦૦ કરોડના વિવિધ વેચાણ અને અન્ય વ્યવહારો દર્શાવી તેમણે રૂ.૧૦૦ કરોડની ખોટી વેરાશાખ મેળવી કૌભાંડ આચર્યું હતું.સુરત ખાતેથી એક રૂમમાં પાંચ ટેબલ અને ખુરશીઓ સાથે તેમણે ૫૫૦ જેટલી પેઢીઓ ઉભી કરી હતી. આ રૂમમાં માત્ર પાંચ જ વ્યક્તિ બેસી શકે એટલી જગ્યા હતી.
જીએસટીમાં નોધણી માટે તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંથી લોકોના દસ્તાવેજાે ગેરકાયદેસર રીતે એકત્ર કર્યા હતા. પેઢી નોંધવા માટે દૈનિક ભથ્થું મેળવતા લોકોથી મધ્ય પ્રદેશ રાજ્ય સરકારના ડીજીપી સહિતના નામનો ઉપયોગ કરી આ ખોટી પેઢીઓ ઉભી કરી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
એક કિસ્સામાં તો સાત વર્ષ પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિના દસ્તાવેજાેનો પણ ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. અમે અહીંથી મોબાઈલ ફોન્સ, સીમ કાર્ડ, સિકકા, લેટર હેડ અને દસ્તાવેજાે કબજે કર્યા છે. શક્ય છે કે કૌભાંડમાં થયેલા વ્યવહારોનો આંક વધી પણ શકે, એમ અધિકારીએ જણાવ્યું હતું.SS2KP