કરોડો દિલો પર રાજ કરનારી શ્રદ્ધા કપૂરનો આજે જન્મદિવસ
મુંબઇ, શ્રદ્ધા કપૂર એક જાણીતી અભિનેત્રી અને ગાયિકા પણ છે. ૩ માર્ચ, ૧૯૮૭ના રોજ શક્તિ કપૂર અને શિવાંગી કોલ્હાપુરેના ઘરે આવેલી નન્હી પરીની ગણતરી આજે બોલિવૂડની શક્તિશાળી અભિનેત્રીઓમાં થાય છે. શ્રદ્ધા હાલના દિવસોમાં ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે પરંતુ તેની કારકિર્દીની પ્રથમ ફિલ્મ ફ્લોપ રહી હતી. સુંદર અભિનેત્રી શ્રદ્ધા સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે.
શ્રદ્ધાએ ફોર્બ્સ ઈન્ડિયાની ૧૦૦ સેલિબ્રિટી લિસ્ટમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે. વર્ષ ૨૦૧૦માં ફિલ્મ તીન પત્તીથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર શ્રદ્ધા કપૂરની પ્રથમ બે ફિલ્મો ફ્લોપ રહી હતી.
આ પછી, ૨૦૧૩માં અભિનેત્રીની ફિલ્મ આશિકી ૨ એટલી હિટ થઈ કે આ પછી શ્રદ્ધાને પાછળ વળીને જાેવાની જરૂર નથી. પોતાના નિર્દોષ દેખાવ અને સ્ટાઈલથી દર્શકોને દિવાના બનાવનાર શ્રદ્ધા કપૂર આજે બોલિવૂડની એવી ફેમસ સ્ટાર કિડ બની ગઈ છે, જે પોતાના દમ પર હિટ ફિલ્મો બનાવવાની શક્તિ ધરાવે છે. શ્રદ્ધા એક ફિલ્મી પરિવારની હોવા છતાં, તેણીએ અભ્યાસ દરમિયાન પોતાના પોકેટ મનીનું જાતે ધ્યાન રાખ્યું હતું. શ્રદ્ધા કપૂરે ફિલ્મોમાં પગ મૂકતાં પહેલાં ન તો કોઈ ડિરેક્ટરને આસિસ્ટ કર્યું હતું કે ન તો મોડલિંગ કર્યું હતું.
પરંતુ કોફી શોપમાં કામ કર્યું હતું. શ્રદ્ધા કપૂરે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, બોસ્ટનમાં ભણતી વખતે તે કોફી શોપમાં કામ કરતી હતી. શ્રદ્ધા કપૂરે કહ્યું કે કોલેજની સાથે સાથે મેં આ કામ અનુભવ અને પોકેટ મની માટે કર્યું હતું.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, શ્રદ્ધા કપૂર ટૂંક સમયમાં પંકજ પરાશરની ચાલબાઝ, અમર કૌશિકની સ્ત્રી ૨ અને બડે મિયાં છોટે મિયાંમાં ટાઈગર શ્રોફ સાથે જાેવા મળશે. તો, શ્રદ્ધા કપૂર ફિલ્મ ‘અનટાઇડ’ માં પણ જાેવા મળશે. રણબીર કપૂર અને શ્રદ્ધાની આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ આવતા વર્ષે માર્ચમાં રિલીઝ થશે.SSS