Western Times News

Gujarati News

કરોડો રૂપિયા ફી વસૂલનાર સુપરસ્ટાર પ્રભાસ દેવામા ગળાડૂબ

મુંબઇ: સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર પ્રભાસના અગણિત ફેન્સ છે. હાલમાં જ એક્ટર વિશે એક ચોંકાવનારી માહીતી સામે આવી છે કે તે ૧૦૦૦ કરોડ રૂપિયાનો કરજદાર છે. રિપોર્ટ્‌સનું જાે માનીએ તો આ દેવું તેની પ્રોડક્શન કંપની યુવી ક્રિએશન્સ અને વી સેલ્યુલાઇડના નુકસાનને કારણે વધ્યું છે. કોરોના વાયરસના કારણે પ્રભાસની કંપનીઓને ખાસુ નુકસાન થયુ છે અને તેના કારણે આટલુ દેવુ થઇ ગયુ છે.

વર્ષ ૨૦૨૦માં દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે ફિલ્મ જગતને ખુબ જ નુકસાન થયુ હતુ અને આ વર્ષે ઇન્ડસ્ટ્રી કેટલુ કમાશે તેનો ક્યાસ ન લગાવી શકાય. પ્રભાસની બંને કંપનીનું મળીને ૧૦૦૦ કરોડ રૂપિયા કરજ છે. મહત્વનું છે કે યુવી ક્રિએશન જલ્દી જ પોતાની ફિલ્મ રાધે શ્યામને લઇને સિલ્વર સ્ક્રિન પર પહોંચવાની છે.

આ ફિલ્મમાં પ્રભાસ અને એક્ટ્રેસ પૂજા હેગડે લીડ રોલમાં છે. આ ફિલ્મનું મોટા ભાગનુ શૂટિંગ યુરોપની સુંદર જગ્યાઓએ થયુ છે. આ ફિલ્મથી પ્રોડ્યુસર્સને પણ ઘણી આશા છે. આ ફિલ્મ ૩૦ જુલાઇના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે અને આ એક રોમેન્ટિક ફિલ્મ છે. જેમાં પ્રભાસ લવર બોયના રોલમાં જાેવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમારે કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.