કર્ણાટકના તુમકુર જિલ્લામાં બસ પલટવાથી ૮ના મોત, ૨૦ ઘાયલ

બેંગ્લોર, તુમકુર જિલ્લાના પાવાગડા પાસે બસ પલટવાથી છાત્રો સહિત આઠના મોત અને ૨૦થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક પોલિસે આ દૂર્ઘટનાની માહિતી આપી છે.
દૂર્ઘટનાની સૂચના મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલિસે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યુ કે ડ્રાઈવર દ્વારા બસ પર નિયંત્રણ ગુમાવી દેવાના કારણે આ દૂર્ઘટના બની. બસમાં ૬૦ની આસપાસ મુસાફરો સવાર હતા. પોલિસ અધિકારીઓએ જણાવ્યુ કે ૨૦ ઘાયલોમાંથી ૮ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. મરનાર અને ઘાયલોમાં અમુક વિદ્યાર્થી પણ શામેલ છે.
આ પહેલા મંગળવારે કર્ણાટકના વિજયનગર જિલ્લાના બનવીકલ્લુમાં રાષ્ટ્રીય રાજમાર્ગ ૫૦ પર એક વાહન પલટી ગયુ હતુ. આ દૂર્ઘટનામાં ૫ લોકોના મોત થયા હતા અને ૯ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ૪ મહિલાઓ શામેલ હતી. વાહનમાં સવાર બધા મુસાફરો રામેશ્વરમ જઈ રહ્યા હતા.
ગયા સપ્તાહે કલબુર્ગીમાં પણ એક માર્ગ અકસ્માત થયો હતો જ્યારે એક કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ દૂર્ઘટનામાં ૫ લોકોના મોત થયા હતા. પોલિસના જણાવ્યા મુજબ દૂર્ઘટનામાં માર્યા ગયેલા બધા મૃતક મહારાષ્ટ્રના અહમદનગરના રહેવાસી હતી અને ગનગપુરના દત્તાત્રેય મંદિરથી દર્શન કરીને પાછા આવી રહ્યા હતા.HS