કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પાની પૌત્રીની શંકાસ્પદ સંજોગોમાં આત્મહત્યા

બેંગાલુરુ, કર્ણાટકના પૂર્વ સીએમ અને ભાજપના નેતા બી એસ યેદિયુરપ્પાની પૌત્રીએ શંકાસ્પદ સંજોગોમાં આત્મહત્યા કરતા ખળભળાટ વ્યાપી ગયો છે.
યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યાનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.સૌંદર્યા એક ડોકટર હતી અને એક હોસ્પિટલમાં કામ કરતી હતી.તે બેંગ્લોરમાં એક એપાર્ટમેન્ટમાં પોતાના પતિ તેમજ 6 મહિનાના બાળક સાથે રહેતી હતી.
બે વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા.મોતનુ કારણ જાણવા માટે મૃતદેહનુ પોસ્ટ મોર્ટમ કરવામાં આવી રહ્યુ છે.સૌંદર્યા યેદિયુરપ્પાની પહેલી પુત્રી પદ્માની પુત્રી છે.દરમિયાન આ ઘટનાની જાણ થયા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી પણ કેબિનેટ મંત્રીઓ સાથે યેદિયુરપ્પાને મળવા માટે પહોંચ્યા છે.
પોલીસનુ કહેવુ છે કે, પ્રાથમિક તબક્કે આ આત્મહત્યાનો કેસ લાગી રહ્યો છે.