કર્ણાટકની નર્સિંગ કૉલેજ ‘કોરોના બૉમ્બ’ ફૂટ્યો: ૩૪ વિદ્યાર્થીઓ સંક્રમિત
કેરળ, દક્ષિણ ભારતમાં કોરોના વાયરસ કોહરામ મચાવી રહ્યો છે. ભારતમાં અત્યારે સૌથી વધારે કેરળમાંથી જ સામે આવી રહ્યા છે. દક્ષિણ ભારતમાં વધતાં કોરોના વાયરસનાં કેસનાં કારણે ભારતમાં ત્રીજી લહેરને લઈને ટેન્શન સતત વધી રહ્યું છે ત્યારે કર્ણાટકથી એક ભયંકર સમાચાર સામે આવી રહ્યા છે. કર્ણાટકની એક નર્સિંગ કોલેજમાં એક સાથે ૩૪ વિદ્યાથીઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે.
૨૮ ઓગસ્ટ બાદથી અત્યાર સુધીમાં ક્રિશ્ચિયન કોલેજ ઓફ નર્સિંગમાંથી ૩૪ વિદ્યાર્થીઓને કોરોના વાયરસ થયો છે. રાજ્યનાં સ્વાસ્થ્ય મંત્રીએ જે જાણકારી આપી છે તે અનુસાર મોટા ભાગનાં વિદ્યાર્થીઓને કોરોના વાયરસનાં લક્ષણો જણાઈ રહ્યા નથી. વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલ લોકોનાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. મોટા ભાગનાં વિદ્યાર્થીઓ કેરળ અને પશ્ચિમ બંગાળથી છે.
ભારતમાં ઓગસ્ટ મહિનામાં કોરોના વાયરસની પરિસ્થિતિ પ્રમાણમાં સ્થિર રહી છે અને કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાનમાં તેજી પણ લાવવામાં આવી છે. ગુજરાત જેવા રાજ્યોમાં કોરોના વાયરસનાં કેસ સતત ઓછા થયા છે પરંતુ દક્ષિણ ભારતમાં કોરોના વાયરસની રફતાર રોકાઈ જ નથી રહી.HS