કર્ણાટકની વિધાનસભામાં સભ્યોની છૂટાહાથની મારામારી
બેંગાલુરુ, કર્ણાટક વિધાનસભામાં મંગળવારે સવારે છૂટાહાથની મારામારીના શરજમનક દ્રશ્યો જાેવા મળ્યા. કોંગ્રેસના ધારાસભ્યો એ જબરદસ્તી વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કગેરીને તેમની ખુરશી પરથી ખેંચીને હટાવી દીધા. આ ધારાસભ્ય આરોપ લગાવી રહ્યા હતા કે ભાજપ અને જેડીએસ એ મળીને ગેરકાયદે રીતે અધ્યક્ષને ખુરશી પર બેસાડ્યા છે.
હોબાળા બાદ કોંગ્રેસ એમએલસી પ્રકાશ રાઠોડ એ કહ્યું કે જ્યારે સદન ચાલી રહ્યું નથી તો અત્યારે ભાજપ અને જેડીએસ એ અવૈધાનિક રીતે અધ્યક્ષને ખુરશી પર બેસાડ્યા. દુર્ભાગ્ય પણે ભાજપ આવા અસંવૈધાનિક કામ કરી રહ્યું છે.
કોંગ્રેસે અધ્યક્ષને હટવાનું કહ્યું. તેઓ ગેરકાયદે રીતે ખુરશી પર બેઠા હતા આથી અમારે તેમને ત્યાંથી હટાવા પડ્યા. કર્ણાટક ભાજપના ધારાસભ્ય લહર સિંહ સિરોઇયા એ તેને ગુંડા જેવું વર્તન ગણાવ્યું. તેમણે કહ્યું કે કેટલાંક ધારાસભ્ય ગુંડાની જેમ વર્તન કરી રહ્યા હતા. તેમણે વિધાનસભા પરિષદના ઉપાધ્યક્ષને જબરદસ્તી ખુરશી પરથી હટાવી દીધા અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો. અમે પરિષદના ઇતિહાસમાં આવો શરમજનક દિવસ કયારેય જાેયો નથી. મને શરમ આવી રહી છે કે પ્રજા આપણા અંગે શું વિચારી રહી હશે.SSS