કર્ણાટકમાં એક જ સપ્તાહમાં ૧૦ વર્ષથી નીચેના ૭૧૫૦ માસુમ કોરોનાની ઝપટે

પ્રતિકાત્મક
બેંગ્લુરૂ, ભારતમાં કોરોના-ઓમિક્રોનની સુનામી છતાં લહેર હળવી હોવાની છાપ વચ્ચે ચિંતાજનક રિપોર્ટ એવો આવ્યો છે કે કર્ણાટકમાં મોટી સંખ્યામાં ૧૦ વર્ષથી ઓછી ઉમરના બાળકો સંક્રમિત થઇ રહ્યા છે. તેને પગલે આરોગ્ય વિભાગની ઉંઘહરામ થઇ છે.
રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં ૧૦ વર્ષથી નાની વયના ૧૨૮૦૦ બાળકો સંક્રમીત થયા છે તે સંખ્યા ડીસેમ્બરમાં ૩૭૬ તથા નવેમ્બરમાં ૩૩૦ની જ હતી એટલું જ નહીં.
કર્ણાટક સરકારના કોવિડ વોર-રુમના આંકડાકીય રીપોર્ટ મુજબ ૨૨ જાન્યુઆરી સુધીમાં ચાલુ મહિનામાં ૧૨૭૮૭ બાળકો કોરોના સંક્રમીત થયા છે. દરરોજ સરેરાશ ૫૮૫ બાળકો સંક્રમીત થઇ રહ્યા છે. ૧૬મી જાન્યુઆરી સુધી સરેરાશ રોજના ૩૫૦ બાળકોને જ સંક્રમણ લાગતું હતું. એક સપ્તાહમાં જ નવા ૭૧૫૦ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લે ગત મે મહિનામાં ૧૦,૦૦૦થી વધુ બાળકો કોરોનાની ઝપટે ચડયા હતા.
આરોગ્ય અધિકારીઓએ જાે કે એવો દાવો કર્યો હતો કે બાળકોમાં ભલે સંક્રમણ વધ્યું હોવા છતાં મોટાભાગના કેસોમાં હળવા લક્ષણો જ છે. હોસ્પીટલાઈઝેશન તથા મૃત્યુઆંક સામાન્ય જ છે.HS