Western Times News

Gujarati News

કર્ણાટકમાં NRC રજુ કરવા માટે તૈયારી પરિપૂર્ણ

એનઆરસી પર આગળ વધનાર કર્ણાટક દક્ષિણમાં પ્રથમ રાજ્ય બનવા તૈયાર: વિવાદાસ્પદ હિલચાલની ચર્ચા શરૂ

બેગલોર, કર્ણાટકમાં ભાજપ સરકાર એનઆરસી રજુ કરવા માટેની દિશામાં આગળ વધવા તૈયારી કરી રહી છે. જો ભાજપ સરકાર એનઆરસી રજુ કરશે તો આ દિશામાં આગળ વધનાર કર્ણાટક દક્ષિણમાં પ્રથમ રાજ્ય બની જશે. ગેરકાયદે લોકોને બહાર કરવાની દિશામાં કર્ણાટક પણ આગળ વધી રહ્યું છે. આસામ દ્વારા ઓગસ્ટ મહિનામાં તેની એનઆરસી યાદી જાહેર કર્યા બાદ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, હરિયાણા અને ઉત્તરાખંડ પણ આ દિશામાં આગળ વધી રહ્યા છે.

બેગલોરથી પ્રાપ્ત અહેવાલ મુજબ સરકાર દ્વારા આને લઈને પ્રાથમિક કવાયત શરૂ કરવામાં આવી ચુકી છે. કર્ણાટકમાં એનઆરસી રજુ કરવા માટે આધાર તૈયાર કરવા માટેની કવાયત શરૂ થઈ ચુકી છે. આને લઈને તમામ જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી ચુકી છે. આ માહિતી એકત્રિત કરવામાં આવ્યા બાદ સરકાર આગળ વધશે. યાદી તૈયાર કરવામાં આવ્યા બાદ આને લઈને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરવામાં આવશે.

ત્યાર પછી એક બે સપ્તાહમાં અંતિમ નિર્ણય કરવામાં આવશે. રાજ્યના ગૃહ મંત્રી દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. છેલ્લા થોડાક સપ્તાહમાં આ વિષય ઉપર વ્યાપક ચર્ચા થઈ ચુકી છે. કર્ણાટકના ગૃહમંત્રી કહી ચુક્યા છે કે, તેઓએ રાજ્યમાં રહેતા ગેરકાયદે લોકોની યાદી તૈયાર કરવા પોલીસને કહી ચુક્યા છે. રાજ્યના ગૃહમંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોલીસે પહેલાથી જ આ કામગીરી શરૂ કરી દીધી છે. પ્રધાનના કહેવા મુજબ કર્ણાટક એવા રાજ્યમાં સામેલ છે જે રાજ્યોમાં સરહદ પાર કરીને મોટી સંખ્યામાં લોકો આવી ચુક્યા છે અને રાજ્યમાં રહેવા લાગી ચુક્યા છે. પોલીસના કહેવા મુજબ તમામ ગેરકાયદે લોકોને ધ્યાનમાં લઈને આગળ વધવામાં આવશે. કેટલાક જિલ્લાઓમાં આ લોકો સક્રિય રહેલા છે. હાલમાં બેગલોર દક્ષિણના સાંસદ દ્વારા આ મુજબની વાત કરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.