કર્ણાટકમાં નવ અધિકારીઓના નિવાસ સ્થાને દરોડા પડાયા
બેંગ્લુરૂ: કર્ણાટક એન્ટી કરપ્શન બ્યુરોએ પ્રદેશના અનેક વિસ્તારોમાં આજે દરોડા પાડયા હતાં. ઓછામાં છા ૫૨ અધિકારીઓ અને ૧૭૨ કર્મચારીઓની એક ટીમે આજે ૧૧ જીલ્લામાં ૨૮ સ્થાનો પર નવ અધિકારીઓની વિરૂધ્ધ અસંગત સંપત્તિથી સંબંધિત મામલામાં દરોડા પાડયા હતાં. કર્ણાટક ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરો દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર આ દરોડા દરમિયાન મૈસુરમાં આવેલ સુપરિટેંડેંટ એન્જીનીયર કે એમ મુનિ પ્ગોપાલ રાજુના ધરે પણ દરોડા પાડવામાં આવ્યા હતાં તેમના ઘરમાંથી ટીમને આભૂષણ મોંધી ઘડીયાળો અને સોનાના વાસણ મળી આવ્યા હતાં
એ યાદ રહે કે તાજેતરમાં બોલીવુડ ડાયરેકટર અનુરાગ કશ્યપ અભિનેત્રી તાપસી પન્નુ અને મધુ મનટેના સહિત અનેક ફિલ્મ સ્ટાર્સના નિવાસ પર આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડયા હતાં. કહેવાય છે કે આ દરોડા ફૈંટમ ફિલ્મની ટેકસ ચોરીના સંબંધમાં મારવામાં આવ્યા હતાં આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અનુરાગ અને તાપસીના સમર્થનમાં કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા હતાં અને કહ્યું હતું કે સરકારની સામે બોલનારને આવી સજા મળે છે.