કર્ણાટકમાં પણ ભારે વરસાદના કારણે પૂરનુ જોખમ મંડરાઈ રહ્યુ છે
કર્ણાટક, કર્ણાટકમાં પણ ભારે વરસાદના કારણે પૂરનુ જોખમ મંડરાઈ રહ્યુ છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે કર્ણાટકના તટીય વિસ્તારોમાં ૭થી ૧૦ ઓગસ્ટ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે. આગલા ત્રણ દિવસ સુધી ઉત્તર કન્નડ, દક્ષિણ કન્નડમાં મૂસળધાર વરસાદ થઈ શકે છે. વળી, ભારે વરસાદ બાદ કર્ણાટકના કોડગુ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ બની ગઈ છે માટે કર્ણાટકના ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવી છે.
વળી, ભારે વરસાદના કારણે કેરળમાં હાલ બેહાલ થઈ ગયા છે. અહીના ઈડુક્કી જિલ્લાના રાજમાલા વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડ એ પોલિસની ટીમો ઘટના સ્થળ માટે રવાના થઈ ચૂકી છે. એટલુ જ નહિ કેરળમાં થઈ રહેલા ભારે વરસાદ બાદ અલુવાનુ શિવ મંદિર પાણીમાં ડૂબેલુ જોવા મળ્યુ છે.
રાજ્યના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતને જોતા મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ ઈમરજન્સી રાહત માટે તત્કાલ ૫૦ કરોડ રૂપિયા જારી કરવાનો આદેશ આપ્યો છે. પૂરનો સૌથી મોટો ખતરો રાજ્યના તટીય વિસ્તારોમાં મંડરાઈ રહ્યો છે. કેરળના અમુક વિસ્તારો ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આવતા ત્રણ દિવસ સુધી વરસાદ થવાનુ પૂર્વાનુમાન લગાવ્યુ છે અને કહ્યુ છે કે આ આખુ સપ્તાહ મધ્ય અને ઉત્તરી કેરળમાં વરસાદનો દોર યથાવત રહેશે.આઈએમડીના જણાવ્યા મુજબ કર્ણાટકમાં થઈ રહેલા વરસાદની અસર આસપાસના રાજ્યોમાં પણ થશે માટે તેણે તમિલનાડુ, કેરળ અને માહે(પુડુચેરી)માં આવતા ચાર દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદનુ એલર્ટ જારી કર્યુ છે. મુખ્યમંત્રીએ જિલ્લા પ્રશાસનને નિર્દેશ જારી કર્યા છે કે બંધ પર નિરંતર પેટ્રોલિંગ કરવામાં આવે અને એક ટીમની રચના કરવામાં આવી છે.HS