કર્ણાટકમાં રાજકીય ગરમાવો: યેદિયુરપ્પાથી નાખુશ છે વરિષ્ઠ નેતા
બેંગ્લુરૂ, કર્ણાટકમાં ભાજપની સરકારમાં વિરોધના સ્વર ઉઠી રહ્યાંછે જે રીતે મધ્યપ્રદેશ રાજસ્થાનમાં રાજકીય સંકટ જાેવા મળ્યુ હતું તેવી જ ઉથલપાથલના સંકેત કર્ણાટકમાં પણ ભાજપમાં જાેવા મળી રહ્યાં છે કર્ણાટકમાં ભાજપની અંદરથી જ નેતૃત્વ બદલવાની માંગ ઉઠી છે. ભાજપના ધારાસભ્ય બાસનગૌડા પી યતનાલે મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાની વિરૂધ્ધ મોરચો ખોલી દીધો છે અને દાવો કર્યો છે કે યેદિયુરપ્પાથી ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ ખુશ નથી અને તાકિદે મુખ્યમંત્રી બદલવા જાેઇએ.
તેમણે કહ્યું કે મુખ્યમંત્રીને તાકિદે બદલવા જાેઇએ કારણ કે રાજયના મોટાભાગના વરિષ્ઠ નેતા યેદિયુરપ્પાથી ખુશ નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે આગામી મુખ્યમંત્રી ઉત્તર કર્ણાટકથી હશે યેદિયુરપ્પા અમારા કારણે મુખ્યમંત્રી બન્યા છે ઉત્તર કર્ણાટકના લોકોએ ૧૦૦ ધારાસભ્ય આપ્યા જેને કારણે તે મુખ્યમંત્રી બન્યા છે.
એ યાદ રહે કે મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાને લઇ ગત દિવસોમાં પણ એવી ચર્ચા આવી હતી કે તેમની ઉમરને ધ્યાનમાં રાખી ભાજપ નેતૃત્વ તેમને બદલવા માંગે છે પરંતુ ભાજપે તેને રદિયો આપ્યો હતો. આ અટકળોને તે સમયે હવા મળી જયારે તાજેતરમાં ૭૭ વર્ષીય યેદિયુરપ્પા નવીદિલ્હી ગયા હતાં અને વડાપ્રધાન મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાને મળ્યા હતાં.
એ યાદ રહે કે ઉત્તર કર્ણાટકમાં ભયંકર પુર આવ્યું છે અને તેના રાહત કાર્યોમાં વિલંબને કારણે યેદિયુરપ્પા નિશાન પર છે આ ઉપરાંત કર્ણાટકમાં કોરોના વાયરસનો સામનો કરવાની પધ્ધતિથી પણ નેતૃત્વ પરિવર્તનની માંગ થઇ રહી છે. એ યાદ રહે કે આ પહેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનાં રાજકીય ઉથલ પાથલ થઇ હતી જેમાં જયોતિરાદિત્ય કોંગ્રેસ છોડી ભાજપમાં ચાલ્યા ગયા હતાં અને કમલનાથની સરકાર તુટી પડી હતી આવી જ રીતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચીન પાઇલોટ પણ મુખ્યમંત્રીથી નારાજ હતાં.HS