કર્ણાટકમાં લગ્નના દિવસે જ વરરાજા પ્રેમિકા સાથે ભાગ્યો
ચિકમગલૂર, કર્ણાટકના ચિકમગલૂરથી એક એવો મામલો સામે આવ્યો છે, જેણે સૌ કોઈને હેરાન કરી દીધા છે. પરંતુ બીજી તરફ ઘટના દરમિયાન કન્યાની પણ પ્રશંસા કરવામાં આવી રહી છે. હકીકતમાં અહીં એક લગ્નનો કાર્યક્રમ હતો અને લગ્નમાં જાનમાં આવેલા વ્યક્તિને પણ ખબર નહોતી કે તે અહીંથી વરરાજાને ઘરે પાછો જવાનો છે. પરંતુ સ્થિતિ કંઈક એવી બની કે તે પોતે જ વરરાજા બની ગયો. આ ઘટનાની ચારેય બાજુ ચર્ચા થઈ રહી છે.
હકીકતમાં ચિકમગલુરુ જિલ્લાના તરિકેરેમાં પોતાના લગ્નના દિવસે જ વરરાજા પોતાની ગર્લફ્રેન્ડ સાથે ભાગી ગયો. જેવી આ ખબર ત્યાં ઉપસ્થિત લોકો અને વર-કન્યાના માતા-પિતાને મળી તો તેઓ પણ ચોંકી ઉઠ્યા. કોઈને સમજાઈ નહોતું રહ્યું કે હવે શું કરવું. આ બાદ જે થયું તે હેરાન કરનારું હતું. રિપોર્ટ મુજબ, બે ભાઈ અશોક અને નવીનના લગ્ન એક દિવસે થવાના હતા. નવીને પહેલા પોતાની થનારી પત્ની સિંધુ સાથે લગ્નની તમામ વિધિ પૂર્ણ કરી પરંતુ બાદમાં તે અધવચ્ચેથી ગાયબ થઈ ગયો.
બાદમાં માલુમ પડ્યું કે નવીનની ગર્લફ્રેન્ડ અચાનક લગ્નમાં આવી હતી અને તેણે તમામ સંબંધીઓની સામે ઝેર પીને તેના લગ્ન તોડાવી નાખવાની ધમકી આપી હતી. જે બાદ નવીન ડરી હયો અને તે ગર્લફ્રેન્ડ સાથે ત્યાંથી ભાગી ગયો. આ બાદ નવીનના લગ્ન તો તે જ દિવસે ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયા, પરંતુ સિંધુના પરિવારનો ચિંતામાં સરી પડ્યા.
આ બાદ ત્યાં ઉપસ્થિત ચંદ્પ્પા નામના એક યુવકને છોકરીને પરિવારજનોએ પસંદ કર્યો, જેના સાથે લગ્ન કરવા સિંધુંએ પણ હા પાડી દીધી. ચંદ્રપ્પા બીએમટીસી બસમાં કન્ટક્ટર છે જે લગ્ન માટે તૈયાર થઈ ગયો. આ બાદ બંને પરિવારજનોની રજાથી સિંધુ અને ચંદ્રપ્પાના લગ્ન તે જ જગ્યાએ થયા.SSS