Western Times News

Gujarati News

કર્ણાટકમાં હવે શંકરાચાર્યની મૂર્તિ પર એસડીપીઆઇનો ઝંડો ફેંકાયો

બેંગ્લુરૂ, કર્ણાટકના બેગ્લુરૂમાં થયેલી હિંસામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.બેંગ્લુરૂ પોલીસે ડીજે હલ્લી કેસમાં ૬૦થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા કુલ લોકોની સંખ્યા ૨૦૬ થઇ ગઇ છે.આ બધા વચ્ચે એસડીપીઆઇના કલીમ પાશાની પત્ની કોંગ્રેસ પાર્ટીની કોર્પોરેટર છે.આ હિંસા પાછળ એસડીપીઆઇ અને કોંગ્રેસની મિલિભગત હોવાની આશંકા પણ વ્યક્ત કરાઇ રહી છે કારણ કે કલીમ પાશાના કોંગ્રેસ સાથે ખુબ સારા સંબંધ છે આ મામલે નોંધાયેલી એફઆઇઆરથી જાણવા મળે છે કે આ તોફાનો ફકત એક પેસબુક પોસ્ટથી નહતાં થયા પરંતુ તેની પાછળ ખુબ મોટું ષડયંત્ર હતું કર્ણાટકને તોફાનોની આગમાં હોમવાના ષડયંત્રની જાણ એ વાતથી પણ થાય છે કે બેંગ્લુરૂથી લગભગ ૨૪૫ કિમી દુર ચિકમંગલુરમાં પણ સાંપ્રદાયિક સદ્‌ભાવને ભંગ કરવાની કોશિશ કરાઇ છે.

આરોપ છે કે તોફાનીઓએ બુધવારે મોડી સાંજે ચિકમંગલુરના શ્રૃંગેરીમાં શંકરાચાર્યની મૂર્તિ પર કટટરપંથી ઇસ્લામિક સંગઠન પીએફઆઇના રાજકીય સંગઠન એસડીપીઆઇનો ઝંડો ફેંકયો ત્યારબાદ હિન્દુવાદી સંગઠનોનો આક્રોશ ફાટી નિકળ્યો અને વિરોધ પ્રદર્શનો શરૂ થઇ ગયા જો કે આ ઘકટનાની સુચના મળતા જ પોલીસે તાકિદે આવીને ત્યાંથી ઝંડો હટાવી દીધો અને આ કેસમાં એફઆઇઆર દાખલ કરી.

કર્ણાટકના પર્યટન મંત્રી સીટી રવિએ પોલીસને આ કેસમાં તપાસ કરીને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે તેમણે કહ્યું કે ખબર પડી છે કે એસડીપીઆઇના ઝંડાને શ્રૃંગેરીમાં શ્રી શંકરાચાર્યની પ્રતિમા પર ફેંકવામાં આવ્યો મેં પોલીસ અધિકારીઓને તપાસ કરવાના અને દોષિતો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે બધા સહયોગ કરે ભાજપના નેતા અને કર્ણાટકના ઉડુપી ચિકમંગલુર સીટથી સાંસદ શોભા કરંદલાજેએ પણ ધટનાને લઇ એસડીપીઆઇ પરહુમલો કર્યો છે તેમણે કહ્યું કે અસહિષ્ણુતા પરાકાષ્ઠાએ જઇ રહી છે અસામાજિક તત્વો લોકોને પોતાના ખતરનાક એજન્ડાઓના પ્રચાર માટે ઉકસાવી રહ્યાં છે હું શ્રૃંગેરીમાં શંકરાચાર્યની પ્રતિમા પર એસડીપીઆઇનો ઝંડો લગાવવાની ધટનાની ટીકા કરૂ છું જે લોકો આ ઘટનામાં સામેલ છે તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

બેંગ્લુરૂ હિંસામાં સામેલ તોફાનીઓ પોલીસ કર્મચારીઓની હત્યા કરવા માંગતા હતાં જો આ લોકો પોતાના ઇરાદામાં સફળ થાત તો બેગ્લુરૂમાં પણ કાનપુરના બિકરૂ ગામ જેવી ધટના થઇ જાત અને આ અપરાધીઓ અને તોફાનીઓના હાથે અનેક પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હોત જેનો અર્થ એ છે કે ખુબ મોટું ષડયંત્ર રચાઇ રહ્યું હતું. એ યાદ રહે કે તોફાનીઓ કર્ણાટકને ભડકે બાળવાનો પ્રયાસ કરી રહ્યાં છે પહેલા બેંગ્લુરૂ અને ત્યારબાદ ચિકમંગલુર જે પ્રકારે શંકરાચાર્યની મૂર્તિ પર કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનના ઝંડા ફેંકાવવાથી લોકોમાં ગુસ્સો છે તેનાથી સ્પષ્ટ છે કે અસામાજિક તત્વો કર્ણાટકને ભડકે બાળવાની સ્ક્રિપ્ટ લખી રહ્યાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.