કર્ણાટકમાં ૯ વર્ષ સુધીનાં ૪૦ હજાર બાળકો કોરોના પોઝિટિવ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/corona1-3-1024x744.jpg)
Files Photo
નવીદિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર ઘણી જ વ્યાપક સાબિત થઇ છે. રોજે રોજ વધતા કોરોનાના આંકડા ડરાવી જાય છે. દેશમાં કોઇ એવું રાજ્ય નથી રહ્યું જ્યાં કોરોનાની બીજી લહેરે કહેરના કર્યો હોય. છેલ્લાં કેટલાક દિવસોથી કોરોનાનાં આંકડા ઓછા જરૂર થયા છે પરંતુ કોરોનાનો ખતરો હજી ઓછો નથી થયો. આ બીજી લહેરમાં કોરોનાથી બાળકો પણ પોઝિટિવ થઇ રહ્યાં છે. કોરોનાના કહેરનો અંદાજાે માત્ર એક જ વાતથી લગાવી શકાય છે કે, માત્ર એકલા કર્ણાટણ રાજ્યમાં જ ગત બે મહિનામમાં ૯ વર્ષથી ઓછી ઉંમરનાં ૪૦ હજારથી વધારે બાળકો કોરોના સંક્રમિત થયા છે.
એક રિપોર્ટ પ્રમાણે, કર્ણાટકમાં કોરોનાનાં વધતા કેસે સરકારની ઊંઘ ઉડાવી દીધી છે. કોરોનાના આંકડા પર નજર નાંખીએ તો, કર્ણાટકમાં ૦થી ૯ વર્ષની ઉંમરનાં ૩૯,૮૪૬ અને ૧૦થી ૧૯ વર્ષનાં ૧,૦૫,૦૪૪ બાળકો કોવિડ પોઝિટિવ છે. કોરોનાનો આ આંકડો આ વર્ષની ૧૮ માર્ચથી ૧૮ મે સુધીનો છે. રિપોર્ટ પ્રમાણે, ગત વર્ષ જ્યારથી કોરોના મહામારીની શરૂઆત થઇ છે ત્યારથી લઇને આ વર્ષ ૧૮ માર્ચ સુધી ૧૭,૮૪૧ અને ૬૫,૫૫૧ બાળકો કોવિડથી સંક્રમિત થયા છે. આ આંકડાઓ પ્રમાણે, ગત લહેરની તુલનામાં આ લહેર વધારે કહેર મચાવી રહી છે.
લેડી કર્ઝન હૉસ્પિટલના ડૉ. શ્રીનિવાસ કહે છે કે, કોરોનાની બીજી લહેર ઘણી ખતરનાક રીતે આગળ વધી રહી છે. આ વખતે કોરોનાથી કોઈ વ્યક્તિ કોરોનાથી વધારે સંક્રમિત થઈ રહી છે તો તેના બે દિવસની અંદર જ ઘરના અન્ય સદસ્યો પણ કોરોના સંક્રમિત થાય છે. આવા કેસમાં બાળકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. ડૉ.શ્રીનિવાસ જણાવે છે કે, ઘરના કોઈ સદસ્ય કોરોનાથી સંક્રમિત થાય છે તો, સૌથી પહેલાં બાળકો તેની ચપેટમાં આવે છે.
બાળકોના સ્વાસ્થ્ય પર નજર રાખનારા ડૉક્ટર સુપરાજા ચંદ્રશેખરે કહ્યું કે, અમે જાેયું છે કે, કોરોનાનો ચેપ બાળકોને એટલો પ્રભાવિત નથી કરતો કે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે. દસમાંથી ફક્ત એક બાળકને જ હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. બાકીના બાળકો સરળતાથી ઘરેથી અલગ રહીને સારવાર લઇ શકે છે. આ સમય દરમિયાન તેમને ઘરે યોગ્ય રીતે અને કડક કાળજી લેવાની જરૂર છે. તેમણે કહ્યું, બાળકોમાં કોરોનાનાં લક્ષણો દેખાય કે તરત જ, તેઓએ કેવિડ ટેસ્ટ કરાવવો જાેઇએ