Western Times News

Gujarati News

કર્ણાટકે સૌથી મોટા સેમીકન્ડક્ટર પ્લાન્ટ માટે ડીલ કરી

(એજન્સી)બેંગલુરુ, ગુજરાતને પાછળ રાખીને કર્ણાટકે સૌથી મોટા સેમીકન્ડક્ટર પ્લાન્ટ માટે ડીલ કરી છે. તેના હેઠળ કર્ણાટકમાં ત્રણ અબજ ડોલરનો મેગા પ્લાન્ટ સ્થાપવામાં આવશે જેમાં હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે. ઇન્ટરનેશનલ સેમીકન્ડક્ટર કોન્સોર્ટિયમ કર્ણાટકમાં એક ચિપ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે ત્રણ અબજ ડોલરનું રોકાણ કરશે. Karnataka will soon be home to India’s first and largest semiconductor fabrication unit! The #Indian #Semiconductor Manufacturing Company ISMC has announced an #investment of Rs. 22,900 crores ($3 billion) – a proud moment for the state.

ગુજરાત પણ ચિપ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે આતુર છે. સેમીકન્ડક્ટર બનાવવાની યોજનામાં કર્ણાટક બીજા રાજ્યો કરતા આગળ નીકળી જાય તેવી શક્યતા છે. સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં આર્ત્મનિભર થવા માટે ભારત મોટી યોજના ધરાવે છે જેમાં રાજ્યો વચ્ચે હરીફાઈ પણ ચાલે છે.

આ સ્પર્ધામાં ગુજરાતને પાછળ રાખીને કર્ણાટકે સૌથી મોટા સેમીકન્ડક્ટર પ્લાન્ટ માટે ડીલ કરી છે. તેના હેઠળ કર્ણાટકમાં ત્રણ અબજ ડોલરનો મેગા પ્લાન્ટ સ્થાપવામાં આવશે જેમાં હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.