કર્ણાટક-કેરળમાં અતિ ભારે વરસાદની સંભાવના, ૪ દિવસ માટે યલો એલર્ટ
નવીદિલ્હી, કોરોના સંકટ વચ્ચે વરસાદનો પણ કહેર ચાલુ છે. ચોમાસુ વધુ સક્રિય થવાના કારણે દેશના ઘણા રાજ્ય જળમગ્ન થઈ ગયા છે. બિહારમાં જ્યાં વિજળી પડવાની ઘટના થઈ છે. વળી, અસમના ૧૦ જિલ્લામાં પૂરની સ્થિતિ પેદા થઈ ગયા છે. દેશના ઘણા વિસ્તારોમાં વરસાદનુ અનુમાન છે જેના કારણે હવામાન વિભાગે કર્ણાટકના ઉત્તર કન્નડ, દક્ષિણ કન્નડ અને ઉડુપ્પી જિલ્લામાં ૧, ૨, ૪ અને ૫ જુલાઈને યલો એલર્ટ જારી કરી છે. આ જિલ્લાઓમાં ૩ જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યુ છે.
જ્યારે ઉત્તરી આંતરિક કર્ણાટક અને દક્ષિણી આંતરિક કર્ણાટકમાં આગલા ૫ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભવના છે. કેરળના ૫ જિલ્લાઓમાં ચાર દિવસનુ એલર્ટ પહેલેથી જારી છે. આ જિલ્લા છે કોઝિકોડ, કન્નૂર, કાસરગોડ, મલ્લપુરમ અને વાયનાડ જ્યારે મુંબઈમાં ભારે વરસાદનુ ઓરેન્જ એલર્ટ જારી છે. પૂર્વોત્તર અને પૂર્વ ભારતમાં જોરદાર વરસી શકે છે વરસાદ સાથે જ પૂર્વોત્તર અને પૂર્વી ભારતમાં આગલા ૫ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાનુ અનુમાન છે.
આ ઉપરાંત હવામાન વિભાગે એ પણ કહ્યુ કે દિલ્લીમાં આગલા ૩થી ૪ દિવસો માટે ભારે વરસાદ થવાની સંભાવના નથી. ત્યારબાદ વરસાદમાં અમુક વધારો થઈ શઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ-પૂર્વ મોનસુન નક્કી સમયથી લગભગ બે સપ્તાહ પહેલા જ આખા દેશ પર છવાઈ ગયા છે. આનાથી બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં આગલા અમુક દિવસોમાં ઘણો વરસાદ થશે. આગલા ૨૪ કલાકમાં થશે જોરદાર વરસાદ આગલા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના પૂર્વ ક્ષેત્રો, કોંકણ અને ગોવા, તટીય કર્ણાટક, કેરળ અને અસમના અમુક વિસ્તારોમાં મોનસુન સક્રિય રહેશે. અમુક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ થવાના અણસાર છે જ્યારે અમુક સ્થળોએ ભારે વરસાદ થશે.