કર્ણાટક ડ્ગ્સ મામલામાં અભિનેત્રી રાગિની દ્વવિવેદી હિરાસતમાં
બેંગ્લુરૂ, કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી જોડાયેલ ડ્રગ્સ મામલામાં કેન્દ્રીય અપરાધ શાખા સીસીબીએ કન્નડ અભિનેત્રી રાગિની દ્વવિવેદીને હિરાસતમાં લીધી છે. આપહેલા સીસીબીએ તેમના નિવાસની તપાશ કરી હતી પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સીસીબીની એક ટુકડી આજે સવારે છ વાગે દ્વવિવેદીના નિવાસ પર પહોંચી હતી. સીસીબીએ બુધવારે અભિનેત્રીને નોટીસ જારી કરી હાજર થવા માટે કહ્યું હતું પરંતુ દ્વવિવેદીના વકીલની ટીમ મોકલી સોમવાર સુધીનો સમય માંગ્યો હતો પોલીસે ત્યારબાદ અભિનેત્રીને નિર્દેશ આપ્યો હતો કે તે શુક્રવારે તેમની સમક્ષ હાજર થયા આ દરમિયાન પોલીસે કહ્યું હતું કે તેમણે રવિ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે જેની કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં ખુબ પેઠ છે રવિને માદક પદાર્થના મામલામાં પકડવામાં આવ્યો છે અને એક અદાલતે તેને પાંચ દિવસની પોલીસ હિરાસતમાં મોકલી આપ્યો છે.માદક પદાર્થ નિયંત્રણ બ્યુરોએ બેંગ્લુરથી ત્રણ લોકોની ધરપકડ કરી હતી જેના પર કન્નડ ફિલ્મ ઉદ્યોગના ગાયકો અને કલાકારોને માદક પદાર્થનો પુરવઠો આપવાનો આરોપ છે ત્યારબાદ સીસીબીએ આ મામલામાં સઘન તપાસ શરૂ કરી હતી.
ફિલ્મ નિર્માતા અને પત્રકાર ઇન્દ્રજીત લંકેશે સૈંડલવુડમાં માદક પદાર્થના ઉપયોગને લઇ સીસીબીની પાસે પોતાનું નિવેદન નોંધાવ્યચું હતું તેમણે કહ્યું હતું કે અહીં ફિલ્મ ઉદ્યોગના ઓછામાં ઓછા ૧૫ લોકો માદક પદાર્થથી જાેડાયેલ કારોબારમાં સામેલ છે. દ્વવિવેદીનો જન્મ બેંગ્લુરમાં થયો છે જયારે તેમના પરિવારનો સંબંધ હરિયાણાના રેવાડીથી છે. તે ૨૦૦૯માં વીરા મદાકરી ફિલ્મથી સૈંડલવુડમાં આવી હતી જયારે તેને કેમ્પે ગૌડા રાગિની આઇપીએસ બંગાલી અને શિવા જેવી ફિલ્મોથી પ્રસિધ્ધિ મળી હતી.HS