કર્ણાટક : તમામ ૧૭ ધારાસભ્ય અયોગ્ય પણ ચૂંટણી લડી શકશે
નવીદિલ્હી : સુપ્રીમ કોર્ટે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ૧૭ અયોગ્ય ધારાસભ્યોને આજે રાહત આપી હતી. સાથે સાથે તેમને ચૂંટણી લડવાની મંજુરી આપી દીધી છે. જા કે કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે કર્ણાટક વિધાનસભાના તત્કાલીન સ્પીકર દ્વારા ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવી દીધો છે. કોર્ટનુ કહેવુ છે કે અયોગ્યતા અચોક્કસ મુદ્દત માટે હોઇ શકે નહીં. અત્રે નોંધનીય છે કે કોર્ટે અયોગ્ય ધારાસભ્યોની અરજી પર ૨૫મી ઓક્ટોબરના દિવસે સુનાવણી બાદ તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ ધારાસભ્યોને વિધાનસભાના તત્કાલીન અધ્યક્ષ કેઆર રમેશ કુમારને અયોગ્ય જાહેર કરવામા ંઆવ્યા હતા.
ન્યાયમુર્તિ એનવી રમન, ન્યાયમુર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમુર્તિ કૃષ્મ મુરારીની ત્રણ સભ્યોની બંધારણીય બેંચે આ અયોગ્ય જાહેર કરવામાં આવેલા ધારાસભ્યોની અરજી પર ૨૫મ ઓક્ટોબરના દિવસે સુનાવણી પૂર્ણ કરી લીધી હતી. આ તમામ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા બાદ કર્ણાટકમાં૧૭ પૈકી ૧૫ સીટ માટે પાચંમી ડિસેમ્બરના દિવસે મતદાન યોજાનાર છે. અયોગ્ય ધારાસભ્યો તરફથી તેમની અરજીમાં કહેવામાં આવ્યુ છે કે પાંચમી ડિસેમ્બરના દિવસે યોજનાર પેટાચૂંટણી પર રોક મુકવા માટે માંગ કરવામાં આવી હતી.
ધારાસભ્યો તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે પેટાચૂંટણી એ વખત સુધી થવી જાઇએ નહીં જ્યાં સુધી તેમની અરજી પર સુનાવણી થઇને સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવી જતો નથી. પેટાચૂંટણી માટે અરજી દાખલ કરવાની અંતિમ તારીખ ૧૮મી નવેમ્બરની રાખવામાં આવી છે. કર્ણાટક વિધાનસભામાં હાલમાં ભાજપની પાસે ૧૦૫ ધારાસભ્યો છે. જ્યારે એક અપક્ષનુ સમર્થન પણ છે. આવી જ રીતે વિપક્ષ જેડીએસ અને કોંગ્રેસ પાસે ૧૦૧ સીટો છે. જેમાં કોંગ્રેસની પાસે ૩૪ સીટો રહેલી છે.
કર્ણાટકમાં નજીકની ટક્કર રહેલી છે. પેટાચૂંટણી માટેની તૈયારીના તમામ પક્ષો લાગી ગયા છે. વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમારે વિધાનસભામાં એચડી કુમારસ્વામી સરકારના વિશ્વાસ પ્રસ્તાવથી પહેલા ૧૭ અસંતુષ્ટ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા હતા. બીજી બાજુ વિધાનસભામાં વિશ્વાસમત હાંસલ કરવામાં નિષ્ફળ રહેલી કુમારસ્વામીની સરકારે રાજીનામુ આપી દેવાની ફરજ પડી હતી. ત્યારબાદ ભાજપના બીએસ યેદીયુરપ્પાના નેતૃત્વમાં ભાજપ સરકાર બની હતી. કર્ણાટક વિધાનસભામાં હાલના સમયે ભાજપના ૧૦૫ ધારાસભ્યો છે. તેને એક અપક્ષનો ટેકો છે. વિધાનસભાની Âસ્થતિ ખુબ જ રોચક રહેલી છે.
ગૃહમાં સભ્યોની સંખ્યા ઘટીને હવે ૨૧૧ થઇ ગઇ છે અને મેજિક નંબર ૧૦૬ રહ્યો છે. ૧૭ ધારાસભ્યોએ વિશ્વાસમત પહેલા પાર્ટી બદલી દેતા આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. આના કારણે તત્કાલિન સ્પીકર આર રમેશકુમારે તેમને અયોગ્ય ઠેરવી દીધા હતા. કર્ણાટકમાં હાલમાં ૧૭ સીટો ખાલી છે.