કર્ણાટક-હરિયાણા-મધ્યપ્રદેશમાં પણ ભાજપ ગુજરાત પેટર્ન લાગુ કરશે
નવીદિલ્હી, ગુજરાતમાં છ માસ પુર્વે એક ‘અચાનક જણાતા’ ર્નિણયમાં મુખ્યમંત્રીપદેથી વિજયભાઈ રૂપાણીની વિદાય સાથે જ જે રીતે નો-રીપીટ થીયરી અપનાવીને ભાજપે ચૂંટણીમાં જવાનો ર્નિણય લીધો અને તેના સારા સંકેતો મળી રહ્યા છે તે પછી પક્ષ આગામી વર્ષે ચૂંટણીમાં જઈ રહેલા કર્ણાટક, હરીયાણા, મધ્યપ્રદેશ અને ત્રિપુરા સહિતના રાજયોમાં પણ ભાજપ મોવડીમંડળ નો-રીપીટ થિયરી સાથે મુખ્યમંત્રી બદલવા જઈ રહ્યાના સંકેત મળે છે.
હાલ ભાજપના એજન્ડા પર સૌ પ્રથમ કર્ણાટકમાં જયાં મંત્રીઓ દ્વારા કટકીકાંડના ઘેરા પડઘા પડયા છે અને એક સીનીયર મંત્રીના રાજીનામા બાદ ખાસ કરીને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ઓચિંતી જ આ રાજયના રાજકારણમાં એન્ટ્રી કરીને સ્વચ્છ સરકારનું વચન આપતા ભાજપને તાત્કાલીક આ રાજયમાં ચિંતા કરવી પડે છે અને બસવરાજ બોમ્મઈને મુખ્યમંત્રી બનાવ્યા પણ મૂળ જનતાદળના છે અને ફકત લીંગાવત સમુદાયના અને બી.એસ. યેદીયુરપ્પાના નજીકના હોવાથી તેઓને સી.એમ. બનાવાય પણ તેમના નેતૃત્વમાં ચૂંટણી લડીને જીતી શકાય નહી તે જાેતા હવે તેમના વિકલ્પની તલાશ શરુ થઈ છે.
દિલ્હીથી બી.એસ.સંતોષને કર્ણાટક મોકલાઈ શકે. આ જ રીતે અન્ય રાજયોમાં ખાસ કરીને મધ્યપ્રદેશ અને હરિયાણામાં નેતૃત્વ અને સરકાર પરિવર્તન થઈ શકે છે.
મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ ચોથી ટર્મમાં મુખ્યમંત્રી બન્યા છે અને પક્ષે ૨૦૧૮માં ભાજપે સતા ગુમાવી જ હતી અને સિંધિયાના પક્ષપલટા પછી ફરી શિવરાજને સતા મળી છે અને આ રાજયમાં ભાજપની સ્થિતિ ટફ છે.
જયોતિરાદીત્ય સિંધીયા કોઈ મોટો ફર્ક પાડી શકયા નથી અને ઉમા ભારતી ફરી સક્રીય બનીને શિવરાજ સરકાર સામે જ પ્રહાર કરવાનું શરુ કરતા ભાજપ ચોંકી ઉઠયુ છે.
હરિયાણામાં પણ ભાજપે ગત ચૂંટણીમાં સતા ગુમાવી હતી અને ચૌટાલાના પ્રાદેક્ષિક પક્ષ સાથે સંયુક્ત સરકાર બનાવી હતી પણ દિલ્હી, પંજાબ તથા આમ આદમીના પ્રભાવથી હરિયાણા મુક્ત રહી શકશે કે કેમ તે પ્રશ્ન છે અને મનહરલાલ ખટ્ટર સરકાર પ્રભાવી નથી. સ્થાનિક નોકરી સહિતના વિવાદમાં ફસાઈ છે અને તેથી આ રાજયમાં પણ ગુજરાત પેટર્ન લાગું થઈ શકે છે.HS