કર્ણાટક : હવે છગ્ગા નહી મારે તો ભાજપની સરકાર પડી જશે
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કોર્ટે અસંતુષ્ટોને ચૂંટણી લડવાની મંજુરી આપ્યા બાદ કર્ણાટકમાં રાજકીય નાટક વધારે રોચક બની ગયુ છે. કારણ કે હવે આ ચુકાદાથી ભારતીય જનતા પાર્ટીની ટેન્શન વધી ગઇ છે. ૧૫ સીટો પર હવે જા પેટાચૂંટણી યોજાશે તો વિધાનસભાની સંખ્યા પણ વધનાર છે. સાથે સાથે બહુમતિનો આંકડો પણ વધનાર છે. આવી સ્થિતીમાં મુખ્યપ્રઘાન યેદિયુરપ્પાને સત્તામાં રહેવા માટે ૧૫ સીટો પૈકીની છ સીટો તો ભારતીય જનતા પાર્ટીને કોઇ પણ કિંમતે જીતાડી દેવાની જરૂર રહેશે.
ભારતીય જનતા પાર્ટી જા છ સીટો નહીં જીતી શકે તો તેની સરકારનું પણ પતન થશે. હાલના સમયમાં વિધાનસભાની સ્થિતીમાં જાવામાં આવે તો ૨૦૭ સીટો પૈકી ભાજપ અને તેના સાથીઓની પાસે ૧૦૬ સીટો છે જે સીટો ઉપર પેટાચૂંટણી યોજાનાર છે ત્યાંની ત્રણ સીટો જેડીએસ અને ૧૨ સીટો કોંગ્રેસની પાસે હતી.
હવે આ બાબતની પ્રબળ સંભાવના છે કે, ભારતીય જનતા પાર્ટી મોટાભાગની સીટો ઉપર અસંતુષ્ટોને મેદાનમાં ઉતારે. કર્ણાટકમાં યેદીયુરપ્પા સરકાર સામે આગામી દિવસો પડકારરુપ રહી શકે છે અને ચૂંટણીમાં ખુબ મહેનત કરવી પડશે. હવે આ બાબતની સંભાવના વધારે દેખાઇ રહી છે કે ભારતીય જનતા પાર્ટી મોટા ભાગે મોટા ભાગની સીટો પર અસંતુષ્ટોને જ મેદાનમાં ઉતારી શકે છે. ભારતીય જનતા પાર્ટીની સામે નવા પડકારો આવી ગયા છે.
હવે ૧૫ સીટો પર ચૂંટણી યોજાનાર છે. કારણ કે બે સીટો મસ્કી અને રાજરાજેશ્વરી સાથે સંબંધિત અરજી કર્ણાટક હાઇકોર્ટમાં પેન્ડિંગ રહેલી છે. સુપ્રીમ કોર્ટે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ૧૭ અયોગ્ય ધારાસભ્યોને આજે રાહત આપી હતી. સાથે સાથે તેમને ચૂંટણી લડવાની મંજુરી આપી દીધી છે. જા કે કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે કર્ણાટક વિધાનસભાના તત્કાલીન સ્પીકર દ્વારા ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવી દીધો છે. કોર્ટનુ કહેવુ છે કે અયોગ્યતા અચોક્કસ મુદ્દત માટે હોઇ શકે નહીં.
અત્રે નોંધનીય છે કે કોર્ટે અયોગ્ય ધારાસભ્યોની અરજી પર ૨૫મી ઓક્ટોબરના દિવસે સુનાવણી બાદ તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ ધારાસભ્યોને વિધાનસભાના તત્કાલીન અધ્યક્ષ કેઆર રમેશ કુમારને અયોગ્ય જાહેર કરવામા ંઆવ્યા હતા. ન્યાયમુર્તિ એનવી રમન, ન્યાયમુર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમુર્તિ કૃષ્મ મુરારીની ત્રણ સભ્યોની બંધારણીય બેંચે આ અયોગ્ય જાહેર કરવામાં આવેલા ધારાસભ્યોની અરજી પર ૨૫મી ઓક્ટોબરે પૂર્ણ કરી હતી.