કર્ણાવતી કલબ સામે ગમખ્વાર અકસ્માતઃ બે ના મોત
સ્વાતંત્ર દિવસની વહેલી સવારે રોંગ સાઈડમાં આવતા મીક્ષર ટ્રકે એસ.ટી. બસને ટક્કર મારતા સર્જાયેલો ગમખ્વાર અકસ્માત બસમાં સવાર અન્ય ૬ પ્રવાસીઓને ગંભીર ઈજા |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા રોજ નવા કાયદા બનાવવામાં આવી રહયા છે અને તેનો અમલ પણ તુરંત કરીને નિયમોનો ભંગ કરતા વાહનચાલકો પાસે દંડ વસુલ કરવામાં આવી રહયો છે શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનો પ્રવેશવા પર પ્રતિબંધ છે પરંતુ અમદાવાદ શહેરના છેવાડાના રસ્તાઓ તથા હાઈવે ઉપર રાત્રિ દરમિયાન પુરઝડપે ફરતા ખાનગી વાહનો અકસ્માત સર્જીને તેના ચાલકો ફરાર થઈ જાય છે.
ગઈકાલે વહેલી સવારે ર૪ કલાક વાહનોથી ધમધમતા એસ.જી.હાઈવે પર કર્ણાવતી કલબની સામે જ રોંગ સાઈડમાં આવતા એક ડમ્પરે એસટી બસને જારદાર ટક્કર મારતાં બસમાં સવાર બે પ્રવાસીઓના સ્થળ પર જ મોત નીપજયા હતાં જયારે ૬ જેટલી વ્યક્તિઅો ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જયાં તેમની હાલત સુધારા પર છે. અકસ્માત સર્જયા બાદ ડમ્પરનો ચાલક ફરાર થઈ ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ ગાંધીનગરને જાડતા એસ.જી.હાઈવે પર રાત દિવસ સતત વાહનોની અવરજવર જાવા મળતી હોય છે આ માર્ગ પરટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે મોડી રાત સુધી ટ્રાફિક પોલીસ ખડેપગે હોય છે. મોટાભાગે ચાર રસ્તાઓ ઉપર ટ્રાફિક પોલીસની હાજરી જાવા મળતી હોય છે
પરંતુ સમગ્ર રસ્તા પર વાહનોની સંખ્યા ઘટાડવા માટે રાજય સરકાર દ્વારા તેને સતત પહોળો કરવામાં આવી રહયો છે અને રસ્તાની સાઈડમાં સર્વિસ રોડ પણ બનાવવામાં આવેલો છે તેમ છતાં એસ.જી. હાઈવે પર રાત્રિના સમયે રોંગ સાઈડમાં વાહનો દોડતા જાવા મળી રહયા છે.
એસ.જી.હાઈવે પર કર્ણાવતી કલબની પાસે ગઈકાલે રક્ષાબંધન અને સ્વાતંત્ર દિનના પ્રારંભમાં સવારે પોણા ચાર વાગ્યાની આસપાસ અકસ્માતની ચોંકાવનારી ઘટના ઘટી હતી. છેલ્લા ઘણા મહિનાઓથી એસ.જી.હાઈવે પર ખાનગી લકઝરી બસો અને એસ.ટી. બસો વ્યાપક પ્રમાણમાં દોડી રહી છે અને ઈસ્કોન ચાર રસ્તા પાસે મુખ્ય બસ સ્ટેન્ડ બની ગયું છે.
જાકે આ સ્થળે રાત્રિના સમયે ટ્રાફિક નિયમનના અભાવે સતત ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે મોટી સંખ્યામાં બસો ઉભી રહેતી હોવા છતાં અહીંયા ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ જ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી નથી જેના પરિણામે અકસ્માત સર્જાવાની દહેશત સેવાતી હોય છે. ગઈકાલે વહેલી સવારે ગોધરા-ભૂજ રૂટની એસ.ટી. બસ સવારે પોણા ચાર વાગ્યાની આસપાસ કર્ણાવતી કલબની સામેથી પસાર થઈ રહી હતી આ દરમિયાનમાં જ આ જ રસ્તા પર કન્સ્ટ્રકશન સાઈડમાં ઉપયોગમાં લેવાતી મીક્ષર ટ્રક રોંગ સાઈડમાં ધસમસતી આવી રહી હતી.
ફુલ સ્પીડમાં આવતી મીક્ષર ટ્રકે એસ.ટી. બસને જારદાર ટક્કર મારતાં મોટો ધડાકો થયો હતો જેના પરિણામે અન્ય વાહન ચાલકો પણ દોડી આવ્યા હતા અને સ્થળ પરનું દ્રશ્ય જાતા તેઓ ગભરાઈ ગયા હતાં મીક્ષર ટ્રકની ટક્કરથી એસ.ટી. બસના કેટલાક ભાગનો કુડદો બોલી ગયો હતો અને તે જગ્યાએ બેઠેલા એસ.ટી. બસના પ્રવાસીઓ લોહીલુહાણ થઈ ગયા હતા ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી અને તાત્કાલિક ભારે જહેમત બાદ પતરા ઉંચા કરી બસમાંથી ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સોલા
સિવીલ ખસેડવા માટેની તજવીજ શરૂ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સનો કાફલો પણ સ્થળ પર રવાના કરી દેવામાં આવ્યો હતો પોલીસે તપાસ કરતા જ એસ.ટી. બસમાં સવાર કાળુ મછાર (ઉ.વ.૪ર) અને નિલશે ડામોર (ઉ.વ.રપ) નામના બંને યુવાનોના ગંભીર ઈજા થવાથી સ્થળ પર જ મોત નીપજયા હતાં જયારે અન્ય છ વ્યક્તિઅે લોહી લુહાણ હાલતમાં સોલા સિવિલ હોસ્પિપટલમાં ખસેડવામાં આવ્યા હતાં જયાં તબીબોએ તાત્કાલિક તેઓની સારવાર શરૂ કરી હતી. બીજીબાજુ અકસ્માત સર્જી મીક્ષરનો ડ્રાયવર ફરાર થઈ ગયો હતો પોલીસે ટ્રકના નંબરના આધારે તપાસ શરૂ કરી છે.
અકસ્માતના પગલે વહેલી સવારે કર્ણાવતી સામેના રસ્તા પર ટ્રાફિકજામ થઈ ગયો હતો પોલીસે ભારે જહેમત બાદ ટ્રક અને એસ.ટી. બસને સાઈડમાં ખસેડયા હતાં. ઘટનાની જાણ થતાં બસમાં સવાર પ્રવાસીઓના સગા સંબંધીઓએ દોડધામ કરી મુકી હતી બસમાં સવાર અન્ય પ્રવાસીઓ પણ ખૂબ જ ગભરાયેલી હાલતમાં હતાં જેઓને નીચે ઉતારી રસ્તાની સાઈડમાં બેસાડવામાં આવ્યા હતાં. આ અકસ્માતની ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જાવા મળતો હતો. અંદાજે એક કલાકથી વધુ સમય બચાવ કામગીરી ચાલી હતી જાકે સદનસીબે અન્ય પ્રવાસીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી.