કર્ણાવતી મહાનગર શહેર સંગઠન અને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સન્માનયાત્રાનું આયોજન
આ સંવિધાન સન્માનયાત્રા મજુર ગામ ખાતે જાહેર સભામાં પરિવર્તિત થઇ હતી.
કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આજરોજ સંવિધાન દિવસ નિમિત્તે કર્ણાવતી મહાનગર સંગઠન અને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. બાબા સાહેબ આંબેડકર રચિત બંધારણ તારીખ ૨૬/૧૧/ ૧૯૪૯ ના દિવસે સંસદમાં સર્વાનુમતે પસાર થયું હતું
આ ઐતિહાસિક દિવસને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંવિધાન દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરીને સંવિધાનની ગરીમા વધારો કર્યો છે, પરિણામ સ્વરૂપે આજરોજ કર્ણાવતી મહાનગરમાં બહેરામપુરા વોર્ડ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુથી સંવિધાન દિવસ નિમિત્તે કર્ણાવતી મહાનગર શહેર સંગઠન અને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સમરસતાના વાતાવરણમાં સંવિધાન સન્માનયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.
સમાજના દરેક વયના અને દરેક વર્ગના લોકો આ સંવિધાન સન્માન યાત્રામાં જોડાયા હતાં. સમગ્ર યાત્રા દરમિયાન એક સમરસતાનું વાતાવરણ જોવા મળ્યું હતું. બંધારણ સભામાં ભારતના બંધારણ માટે બોલાયેલા સુવર્ણ વાક્યોને પ્લેકાર્ડમાં અંકિત કરીને કાર્યકરો ઉમટી પડ્યા હતાં. સંવિધાન સન્માન યાત્રામાં રખાયેલા સંવિધાનને ઠેરઠેર લોકોએ પુષ્પની પાંખડીઓ દ્વારા સ્વાગત અને સન્માન કર્યું હતું.
કર્ણાવતી મહાનગર અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષશ્રી દિનેશ મકવાણા જણાવે છે કે, જે લોકો સંવિધાન સભામાં જવાની ના પાડતા હતા, જે લોકો સંવિધાન માનતા ન હતા અને રાષ્ટ્રને રાષ્ટ્ર ન માનતા એવા લાલ ઝંડાધારી લોકોની સાથે ભળેલી કોંગ્રેસ પાર્ટીએ પોતાના સ્વહિત અને પોતાના નેતાના હિત માટે અસંખ્ય સુધારા ઠોકી બેસાડતા હોય આવા દંભી લોકોથી પ્રજાને જાગૃત કરવા માટે આ સંવિધાન સન્માન યાત્રા ખૂબ જ જરૂરી છે.
જયારે ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બંધારણને હાથીની અંબાડી પર બિરાજમાન કરીને સન્માન આપ્યું હતું, આ ઉપરાંત ડૉ.બાબાસાહેબ આંબેડકરને સ્પર્શતા પંચતીર્થોને વિકસાવવાનું ભગીરથ કાર્ય પણ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં પૂર્ણ થયું છે. આમ ભારતીય જનતા પાર્ટીએ સંવિધાનના સન્માનની તેમજ ડૉ.બાબાસાહેબ આંબેડકરના જીવન-કવનને એક માનબિંદુ સુધી પહોંચાડવાના નક્કર કાર્યો કર્યા છે.
સમગ્ર દેશને આઝાદીના આટલા વર્ષો પછી પણ એક તાંતણે બાંધી રાખતો હોય તો તે ભારતનું બંધારણ છે. દેશના બંધારણને માન-સન્માન અને ગરીમા આપવી એ દરેક નાગરિકની પ્રથમ ફરજ છે. આજના આ સંવિધાન દિવસની ઉજવણી થકી પ્રજાને સંવિધાન દિવસ વિશે માહિતગાર કરવામાં આવ્યા. આ સંવિધાન સન્માન યાત્રા મજુર ગામ ખાતે સભા સ્વરૂપમાં પરિવર્તિત થઇ હતી. જેમાં પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાન મહામંત્રીશ્રીઓ ગૌતમભાઈ ગેડિયા અને વિક્રમ ચૌહાણે સંવિધાન વિશે તેમજ ડૉ. બાબા સાહેબ આંબેડકરન જીવન કવન ઉપર વિષદ છણાવટ કરી હતી.
આ સંવિધાન સન્માન યાત્રામાં કર્ણાવતી મહાનગર શહેર પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલ, મહાનગર મહામંત્રીશ્રી કમલેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી ભૂષણભાઈ ભટ્ટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અમુલભાઈ ભટ્ટ સહીત પ્રદેશના પદાધિકારીશ્રી, કર્ણાવતી મહાનગરના પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મ્યુ.કાઉન્સીલરશ્રીઓ, અનુસુચિત જાતિ મોરચાના કાર્યકરો સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.