Western Times News

Gujarati News

કર્તવ્ય પરાયણ -માનવતાની ગરિમાને ટકાવી રાખવા માટે કર્તવ્ય પાલન અને એના પ્રત્યેની વફાદારી અત્યંત જરૂરી છે.

કર્તવ્ય પ્રણ, કર્તવ્ય શ્વાસ કર્તવ્ય હી તો પ્રાણ હૈ, પ્રશસ્ત માર્ગ કર્તવ્ય કા, કર્તવ્ય બ્રહ્મબાણ હૈ,
ચૈતન્ય કા ઉલ્લાસ હૈ, આલસ્ય કા નિકાસ હૈ, જો તું ડટે કર્તવ્ય પર તો દેશ કા વિકાસ હૈ.
– કવિ અજ્ઞાત


કેટલી સુંદર કવિતા છે. કર્તવ્ય મનુષ્ય જીવનનું એક સુંદર તત્ત્વ છે. એમના જીવનમાં આ તત્ત્વનું મહત્ત્વ અનેક ગણુ છે. જેમ શરીરને સ્વસ્થ રહેવા સમતોલ આહારની જરૂર છે. એવી જ રીતે માનવતાની ગરિમાને ટકાવી રાખવા માટે કર્તવ્ય પાલન અને એના પ્રત્યેની વફાદારી અત્યંત જરૂરી છે. જયારે મનુષ્ય ઘર્મ અને કર્તવ્ય પ્રત્યે સમર્પિત રહેશે તો કોઈપણ પરિબળ એને હંફાવી નહીં શકે. એ તો સનાતન સત્ય છે. જેવી રીતે ઘર્મનું પાલન આપણને આત્મ શુદ્વિ અર્પે છે તેવી જ રીતે કર્તવ્ય પાલન પણ આપણને સંતુષ્ટી અર્પે છે.

મનુષ્ય જે કાર્ય પોતાની ઈચ્છા કે અનિચ્છા અથવા તો દબાણને વસ થઈને નહીં પણ પોતાના અંતરમનની પ્રેરણાથી કરે એનું નામ કર્તવ્ય પછી તે ગમે તે હોય પોતાના પારિવારિક કે પછી મિત્ર માટે, પ્રકૃતિમાટે અથવા તો સમાજ માટે અને સૌથી મોટામાં મોટું મનુષ્યનું કર્તવ્ય હોય તો તે છે આ ઘરતીમાતા. આ એવું ૠણાનુબંઘ છે કે જે કયારેય ચુકવાતું નથી. પણ એનું થોડું ઘણું સન્માન ચોકકસ કરી શકીએ. એને સ્વચ્છ રાખીને. એના માટે સ્વચ્છતા અભ્યાનમાં આપણે જરૂરી યોગદાન તો આપવું જ રહ્યું.

દોસ્તો મારા મત પ્રમાણે આ સંસારમાં બે જ મા એવી છે જેનું ૠણ આપણે ચુકવી શકતા નથી. એક આપણને જન્મ દેનારી મા અને બીજી આપણી આ ઘરતી મા. બીજું આપણા સમાજ પ્રત્યે પણ આપણું કર્તવ્ય એટલું જ પ્રબળ હોવું જોઈએ પણ એ વાત જુદી છે કે આપણે આપણું કર્તવ્ય ભુલી ગયા છીએ. આપણે એટલા જાડી ચામડીના થઈ ગયા છીએકે કંઈ ખોટું થતું હોય તો આંખ આડા કાન કરીને આગળ વઘી જઈએ છીએ કોઈને અવાજ ઉઠાવવાની તાકાત જ નથી.

પરિણામ સ્વરૂપ અસામાજિક તત્ત્વરુપી અજગર આપણા આ સમાજને ગળી રહ્યો છે. હું તમને પુછું છું “છે તમારામાં આવા અસામજિક તત્ત્વની સામે હામ ભીડવાની હિંમત?” જવાબ તમને મળી જશે મારે આપવાની પણ જરૂર નહીં પડે. અફસોસ એક જ વાતનો છે જયારે આવા અસામાજિક તત્ત્વ પછી તે ગમે તે હોય આપણા પોતાના સમાજના કે બહારના અવાજ ઉઠે છે ત્યારે એનો સાથ દેવા વાળા બહુ ઓછા હોય છે પણ જો સમાજ જાગૃત થશે તો આવા અસામાજિક તત્ત્વની કોઈ તાકાત નથી કે તે ટકી શકે માટે સમાજે જાગૃત થઈ એકજુટ થવું જ રહ્યું. ઇતિહાસ ગવાહ છે જયારે જયારે સત્યની અવાજ ઉઠી છે ત્યારે જીત હંમેશા સત્યની જ થાય છે. કારણ પાપનો ઘડો છલકાય ત્યારે તુટતા વાર જ નથી લાગતી.

કર્તવ્ય બે શબ્દનું સંમિશ્રણ છે. ૧. દાન ૨. કર્મઃ જો આ બંનેનું પાલન મનુષ્ય મનથી કરશે તો આનંદ અનેરો જ આવશે. અહીં મને પુંડલિકની વાત યાદ આવે છે. પુંડલિકની માતાપિતા પ્રત્યેની ભકિત જોઈને ભગવાન સ્વયં દર્શન દેવા આવ્યા ત્યારે પુંડલિક એના માતાપિતાની સેવા કરતો હતો એટલે એને એક ઈંટ ભગવાન તરફ ફેંકીને તેના ઉપર ઊભા રહીને રાહ જોવાનું કહ્યું અને ભગવાને આવા નિર્દોષ ભકતની આજ્ઞાનું પાલન પણ કર્યુ અને આજે પણ એ ઈંટ પર પંઢરપુરમાં ઊભા છે અને વિઠોબા નામે પુજાય છે. દોસ્તો આ પુંડલિકના કર્તવ્યની તાકાત જ હતી જેણે ભગવાનને પણ ઈંટ પર ઊભા રહેવા મજબૂર કરી દીઘાં.

મહાભારતમાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને એ જ પાઠ ભણાવ્યો અને હિંમત હારેલા અર્જુનને કર્તવ્યની યાદ અપાવવા માટે મહાનગ્રંથ ‘ભગવદ્ગીતા’ રચી. દોસ્તો કર્તવ્યના બે સિદ્વાંતમાં સૌથી મહાન હોય તો તે છે ‘કર્મ’ દોસ્તો કર્તવ્યરૂપી કર્મનું ફળ અનેક ગણું મળે છે. જે મનુષ્ય કોઈપણ ઈચ્છા કે અપેક્ષા વગર પોતાનું કર્તવ્ય સમજીને આ કર્મ કરશે તો આલોક અને પરલોક બન્ને સુઘરી જશે. પરલોકમાં પણ ઉત્તમ પદ પ્રાપ્ત કરીને અને કોઈપણ પ્રકારના ૠણમાંથી મુકત જરૂર થશે. દોસ્તો ભગવાન ગણેશ ફકત માતાપિતાની પ્રદક્ષિણા કરીને પ્રથમ પુજનીય બની શકતા હોય તો એમની સેવાનું ફળ કેટલું મળશે એની તો માત્ર કલ્પના કરવી જ રહી.

અર્થાત નિસ્વાર્થ ભાવે કરેલી સેવા અથવા કર્તવ્યનું ફળ એક ને એક દિવસે જરૂર મળશે. કાલે મારા મિત્રએ એક ખુબ જ સરસ વાત કરી. એણે કહ્યું કે, આપણા આઘુનિકયુગમાં મોબાઈલમાં જ એક કર્તવ્યાપ્પ્‌ હોવી જ જોઈએ. જે સમયાંતરે આપણને આપણું કર્તવ્ય યાદ અપાવે. ઉદાહરણ તરીકેઃ સવારે ઊઠીને માતાપિતાને પગે લાગીને તમારા દિવસની શરૂઆત કરો વગેરે તમારી દિનચર્યામાં તમારું શું કર્તવ્ય એ તમને કહે અને થોડાં થોડાં દિવસે સમાજ પ્રત્યેની ફરજ જે સાવ જ ભુલી ગયા છે એ પણ યાદ અપાવે. શરૂઆતમાં તો મને બહુ હસવું આવ્યું પણ પછી મારી સામે એક _શ્ય આવી ગયું કે આજે કોઈનો અફ્કિસડન્ટ થાય તો લોકો મદદ કરવાને બદલે વિડીયો ઉતારવામાં વ્યસ્ત હોય છે કોઈ આગળ આવતું જ નથી. પરિણામ સ્વરૂપ એ વ્યકિત સમયસર મદદ ન મળતાં મોતને ભેટે છે. આજે બઘાં પોતાનું કર્તવ્ય ભુલી ગયા છે. કોઈને કાંઈ ફરક પડતો જ નથી પણ જો આવી એપ હોય તો કદાચ સમાજને કર્તવ્યનું ભાન થાય અને આવા પ્રકારના કમોતમાં ઘટાડો થાય.
જીજ્ઞા કપુરિયા ‘નિયતી’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.