કર્મચારીઓએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ નહીં લીધો હોવાથી પંદર દુકાનો- શો રુમ્સ સીલ કરાયા
ભોપાલ, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે ભારત સરકાર પણ ચિંતામાં છે.બીજી તરફ કોરોના વેક્સીનનો બીજાે ડોઝ મુકવાની કામગીરીમાં જાેઈએ તેવી ઝડપ જાેવા મળી રહી નથી.
દરમિયાન મધ્યપ્રદેશ સરકારે તો બીજાે ડોઝ નહીં લેનારાઓ સામે કડકાઈથી કામ લેવાનુ શરુ કર્યુ છે.ઈન્દોરમાં એવા ૧૫ શોરુમ અને દુકાનો સીલ કરી દેવાઈ છે જેમાં કામ કરતા કર્મચારીઓએ કોરોના રસીનો બીજાે ડોઝ ના લીધો હોય સરકારનુ કહેવુ છે કે, હવે દુકાનો અને શો રુમ ત્યારે જ ખોલવાની પરવાનગી આપવામાં આવશે જ્યારે અહીંયા કામ કરતા કર્મચારીઓ કોરોના રસીનો બીજાે ડોઝ લેશે અને સર્ટિફિકેટ જમા કરાવશે.
હાલમાં ઈ્નદોરમાં ૩૦ લાખ લોકોને પહેલો અને ૨૪ લાખ જેટલા લોકોને કોરોના રસીનો બીજાે ડોઝ મળી ચુકયો છે.સરકારનુ કહેવુ છે કે, ચાર લાખ લોકો એવા છે જે બીજા ડોઝ માટેની સમય મર્યાદા પૂરી થઈ ગયા પછી પણ રસી લેવા માટે સ્વાસ્થ્ય કેન્દ્રો પર પહોંચ્યા નથી.HS