Western Times News

Gujarati News

કર્મચારીઓના પગાર ચૂકવવા જિલ્લા કક્ષાએથી કોલ્સ, ઇમેઇલ કરાયા

ગાંધીનગર, રાજ્યના ઊદ્યોગ, વેપારી એકમો, કોન્ટ્રાકટર્સ કારખાના ધારકોને તેમના કર્મચારીઓના પગાર ચૂકવવા સહિતની બાબતો માટે જિલ્લા કક્ષાએથી ૧૦૩પ૮ કોલ્સ ૧૮૦૦૦થી વધુ ઇમેઇલ અને વોટ્સેપ કરવામાં આવ્યા છે. ર૦ર૧૪ એકમોએ તેમના કુલ ૭ લાખ ૩૮ હજાર જેટલા કામદારો- કર્મચારીઓને ૧ર૬૯ કરોડ રૂપિયા ચૂકવ્યા છે તેમ મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું હતું.

આ હેતુસર જિલ્લા કક્ષાએ રજૂઆત માટે ૧૦૭૭ હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે તેમાં ૪ એપ્રિલથી ૧૦ એપ્રિલના સમયગાળા દરમ્યાન ૩૩૭ જેટલી ફરિયાદો-રજુઆતો મળી હતી તેમાંથી ર૧૬નું નિવારણ થઇ ગયું છે. ૧ર૧ જેટલી ફરિયાદોનું નિવારણ પણ બે દિવસમાં થઇ જશે તેમ મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું હતું.

રાજ્યના ઊદ્યોગ એકમો-વેપારી એકમો-કોન્ટ્રાકટર્સના કર્મયોગીઓની આવી રજુઆતો સાંભળવા અને યોગ્ય કાર્યવાહી કરવા રાજ્યના શ્રમ રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ત્રણ વરિષ્ઠ અધિકારીઓની એક સમિતી બનાવવામાં આવી છે તેમ તેમણે જણાવ્યું હતું.

રાજ્યમાં લોકડાઉનના અઢારમાં દિવસે જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠાની વિગતો આપતાં મુખ્યમંત્રીશ્રીના સચિવે કહ્યું કે, શનિવારે સમગ્ર રાજ્યમાં ૪પ.૯૪ લાખ લીટર દૂધનું વિતરણ થયું છે. ૧ લાખ પાંચ હજાર ૮૪૪ કવીન્ટલ શાકભાજીનો આવરો થયો છે તેમાં રરર૦પ કવીન્ટલ બટાટા, ૩૪રર૮ કવીન્ટલ ડુંગળી, ૭૭૬પ કવીન્ટલ ટમેટા અને ૪૧૬૪૪ કવીન્ટલ લીલા શાકભાજી માર્કેટમાં આવ્યા છે. કુલ ૧૯૩૬પ કવીન્ટલ ફળફળાદિની પણ રાજ્યમાં આવક થઇ છે.

તેમણે જણાવ્યું કે, નિરાધાર, નિ:સહાય, જરૂરતમંદ વ્યકિતઓને પ્રવર્તમાન સ્થિતીમાં બે ટાઇમ પૂરતું ભોજન મળી રહે તેવા ઉદાત્ત ભાવથી સેવા સંગઠનો અને જિલ્લાતંત્રોએ કુલ ૮૯ લાખ ૬૦ હજાર ફૂડપેકેટસ વિતરણ કર્યા છે. આવશ્યક સેવાઓ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠામાં મદદ માટેની હેલ્પલાઇનમાં ૧૦૭૦ પર ગઇકાલે ર૩૧ અને જિલ્લા હેલ્પલાઇન ૧૦૭૭ ઉપર ૧પપપ કોલ્સ મળ્યા છે અને સ્થાનિક સત્તા તંત્રવાહકોને તેના યોગ્ય નિવારણના પગલાં પણ લીધા છે એમ તેમણે ઉમેર્યુ હતું.

શ્રી અશ્વિનીકુમારે રાજ્ય સરકાર વતી દરેક નાગરિકોને અનુરોધ કર્યો કે કોરોના વાયરસના સંક્રમણનો વ્યાપ વધતો અટકાવવા સૌ કોઇ લોકડાઉનના નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને ઘરમાં જ રહે, સુરક્ષિત રહે તે સૌના હિતમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.