કર્મચારીઓને સમાન કામ સમાન વેતનની માંગ સાથે વિરોધ: અરવલ્લી જીલ્લાની આંગણવાડી કાર્યકર મહિલાઓ જોડાઈ
કેન્દ્રિય ટ્રેડ યુનિયને આપેલા દેશવ્યાપી હડતાળને અરવલ્લી જિલ્લામાં પણ સમર્થન મળ્યું હતું. સામાજિક સુરક્ષા અને સન્માન, રોજગારી આપવી, મોંઘવારી પર નિયંત્રણ તેમજ સમાન કામ – સમાન વેતન સહિતના વિવિધ મુદ્દાને લઇને સમગ્ર દેશમાં હડતાળનું આહ્વાહન આપ્યું હતું, અરવલ્લી જિલ્લાની આંગણવાડી કાર્યકર મહિલાઓ પણ જોડાઈ હતી. મોદી સરકારની મજુર, કામદાર, ખેડૂત,મહિલા વિરોધી નીતિ રહી હોવાનો અને ઉદ્યોગપતિઓની દલાલ મોદી સરકાર “મુર્દાબાદ મુર્દાબાદ” ના નારા લગાવ્યા હતા
સીઆઈટીયુની આગેવાનીમાં મોડાસા માર્કેટ યાર્ડ ખાતે આંગણવાડી કાર્યકર મહિલાઓ હડતાળમાં જોડાઈ હતી, જેમણે શિક્ષણ સિવાયની કામગિરી ન આપવાની માંગ કરી હતી,,મહિને એકવીસ હજાર પગાર આપવાને લઇને પણ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. આંગણવાડી કાર્યકર મહિલાઓનો રોષ હતો કે, તેમની કામગીરી ખૂબ જ વધારે છે,, તેની સામે વેતન ઘણું જ ઓછું આપવામાં આવે છે, જેથી પરિવારનું ગુજરાન ચલાવવું ઘણું જ મુશ્કેલ હોવાનું પણ મહિલાઓએ જણાવ્યું હતું. તેમનું એમ પણ કહેવું છે કે, જે કામગીરી તેમને નથી કરવાની તે પણ તેઓને માથે થોંપી દેવામાં આવી છે, જેથી તેઓ બાળકો પાછળ સમય ફાળવી શકતા નથી.
અરવલ્લી જિલ્લામાં આ પહેલા પણ આંગણવાડી મહિલાઓએ પોતાની પડતર માંગણીઓને લઇને વિરોધ કર્યો હતો, ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો પણ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે, પણ હજુ સુધી કોઇ જ નિવેડો નહીં આવતા તેઓએ આજે પણ હડતાળનો દોર યથાવત રાખ્યો છે.