કલમ ૩૭૦ પર ચન્દ્રાબાબુ નાયડુ ભાજપ સાથે દેખાયા
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનો લોકસભાની ચૂંટણી દરમિયાન જારદાર વિરોધ કર્યા બાદ હવે આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન એન. ચન્દ્રાબાબુએ જટિલ મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છે. ભાજપની સામે લોકસભાની ચૂંટણી દરમિયાન કડવી લડાઇ લડ્યા બાદ હવે નાયડુ નરમ પડી રહ્યા છે.
નાયડુએ પહેલા ત્રિપલ તલાક અને હવે કલમ ૩૭૦ના મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છે. ચૂંટણી પહેલા ભાજપને પરાજિત કરવા માટે સમગ્ર વિપક્ષ ને એકમત કરવા માટે નાયડુએ તમામ પ્રયાસ કર્યા હતા. લોકસભાની ચૂંટણી બાદ હજુ સુધી એક વખત પણ રાહુલ ગાંધીને નાયડુ મળ્યા નથી. ટીડીપી સુત્રોના કહેવા મુજબ સંસદમાં ૩૭૦ના મુદ્દા પર નાયડુનુ સમર્થન આ સંકેત આપે છે કે તેઓ ફરી એકવાર એનડીએની સાથે આવી રહ્યા છે.
ખાસ રાજ્યના દરજ્જાની માંગને લઇને નાયડુએ ચૂંટણી પહેલા એનડીએ સાથે છેડો ફાડી લીધો હતો. જા કે હવે નાયડુ ૩૭૦ના મુદ્દા પર અને તે પહેલા ત્રિપલ તલાકના મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીની સાથે નજરે પડ્યા હતા. જા કે કેટલાક લોકો નાયડુના સમર્થનને લઇને પ્રશ્નો કરી રહ્યા છે. નાયડુ છેલ્લા કેટલાક સમયથી વિરોધાભાસી વલણ અપનાવતા રહ્યા છે. લોકસભાની ચૂંટણી દરમિયાન નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાની સાથે નાયડુ બિન ભાજપ ફ્રન્ટ બનાવવા માટે વાત કરી રહ્યા હતા.
નાયડુ કોઇ પણ કિંમતે ભારતીય જનતા પાર્ટીને પરાજિત કરવા માટે સક્રિય દેખાયા હતા. મોદી અને ભાજપ સામે આડેધડ આરોપો પણ કર્યા હતા.ફારૂકે નાયડુ માટે પ્રચારકર્યો હતો. ટીડીપીની હાલત આંધ્રપ્રદેશમાં ખરાબ થઇ ગઇ છે. તેમની પાર્ટીની હાર થઇ છે.