કલમ ૩૭૦ હટાવવાથી જમ્મુ કાશ્મીરના લોકોને નવી આશા મળી
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક સમિટિમાં કહ્યું કે કલમ ૩૭૦ને રદ કરવાનો નિર્ણય રાજનીતિક રીતે કઠિન લાગી શકે છે પરંતુ આ નિર્ણયે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોમાં વિકાસની નવી આશા જગાવી છે તેમણે કહ્યું કે ચુંટણી આવતા જ રેલીઓ કરી કિસાનોને વળતરની જાહેરાત થતી રહેતી હતી અમે દેશને વચન વચનોની રાજનીતિની જગ્યાએ કામકાજની રાજનીતિ તરફ લઇ જઇ રહ્યાં છી.સંસદમાં અનેક રેલીઓની જાહેરાત થઇ પરંતુ એક પણ શરૂ થઇ નહીં તે રેલીઓનો કાગળોમાં પણ કોઇ ઉલ્લેખ નથી તેમણે કહ્યું કે અમે પાના છોડનારાઓમાંથી નહીં પરંતુ નવો અધ્યાય લખનારાઓમાંથી છીએ અમે દેશના સામર્થ્ય સંસાધન અને દેશના સપના પર વિશ્વાસ કરનારા લોકો છે. અમે પુરી નિષ્ઠા અને ઇમાનદારીની સાથે દેશવાસીઓના સારા ભવિષ્ય માટે દેશમાં હાજર દરેક સંસાધનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ભારત સમગ્ર વિશ્વાસ સાથે પોતાની અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે લાગ્યુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિક (સુધારા) વિધેયકનો ઉલ્લેખ કરતા કહ્યું કે પોતાના દેશોમાં ઉત્પીડનનો શિકાર થઇ રહેલા લોકોને ભારતીય નાગરિકતા આપવાથી સારી કાલ સુનિશ્ચિત થશે તેમણે કહ્યું કે પડોસી દેશોથી આવેલ સેંકડો પરિવાર તેમણે ભારતમાં આસ્થા હતી જયારે તેમની નાગરિકતાનો માર્ગ ખુલશે તો તેમનું સારૂ ભવિષ્ય સુનિશ્ચિત થશે એ યાદ રહે કે કેન્દ્રીય મંત્રિમંડળે બુધવારે નાગરિકતા સંશોધન વિધેયકને મંજુરી આપી દીધી છે.
વડાપ્રધાને કહ્યું કે બેકીંગ સેકટરના તનાવને અમે દુર કરીશું.નાની બેંકોની જગ્યાએ મોટી અને મજબુત બેંકો પર ભારત મુકશું અને બેકીંગ સેકટર પહેલા સારૂ થયું છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે અને હું તેમને નમન કરૂ છું તેમણે કહ્યું કે દેશની જનતાને ચુંટણી જીતાડી કારણ કે સબકા સાથ અને સબકા વિકાસને લઇ ચાલ્યા મોદીએ કહ્યું કે આ રાજનીતિ પડકારો આજે પેદા થયા નથી અને આ પહેલાથી ચાલી આવી રહી છે તીન તલાકથી મુÂસ્લમ મહિલાઓને રાહત મળી છે.