કલાનિકેતન બોમ્બેવાલા દ્વારા તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને એક્ઝિબિશનનું આયોજન

લગ્ન ના કલેક્શન માં હેન્ડલુમ સાડીઓ નો સમાવેશ કરાયો – લગ્ન માટે નું ટ્રેન્ડિંગ ચણીયા ચોળી કલેક્શન ઉપલબ્ધ
અમદાવાદ, મુશ્કેલીના સમયમાં, જેમ જેમ તહેવારની મોસમ શરૂ થાય છે, અને ભારત અનલોકના અંતિમ તબક્કામાં, તેના બજારો ખોલી રહ્યું છે, અને ત્યાં સકારાત્મક ગ્રાહકોની ભાવના તરફ ધ્યાન દોરવાના સંકેતો છે, ત્યાં આશાની ઝગમગાટ જોવા મળી રહી છે. આ ફેસ્ટિવ સીઝન ને ધ્યાન માં રાખી ને કલાનિકેતન બોમ્બેવાલા આશ્રમ રોડ ખાતે લગ્ન અને દિવાળી માટે ની એક નવી શ્રેણી સાથે એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું છે જે 6 નવેમ્બર 2020 થી 13મી નવેમ્બર સુધી ચાલુ રહેશે.
આ એક્ઝિબિશન માં અવનવા ડિજાઈન માં હેન્ડલુમ સાડીઓ, જેવી કી બનારસી, કાંજીવરમ, ગુજરાત ના સ્પેશિયલ પટોળાં અને કચ્છી બાંધણી, રિયલ સાઉથ સિલ્ક, બનારસી ચાળિયા ચોળી, પંજાબી શુટપીસ, કચ્છી બાંધણી, ફ્લોરલ લહેંગા, વગેરે અનેક વસ્તુઓ એકજ છત નીચે મળી રહેશે. આ એક્ઝિબિશન માં કોવિડ19 ને ધ્યાન માં રાખી ને સામાજિક અંતર અને સેનિટાઇઝર વગેરે નું પૂરતું ધ્યાન આપવામાં આવશે.
કલાનિકેતન બોમ્બેવાલા આશ્રમ રોડ ના ભાગીદાર પંકજ પારેખ અને નીલા બેન પારેખ એ જણાવ્યું હતું કે ” ઉત્સવની મોસમની તૈયારી માટેનું પહેલું પગલું એ છે કે ગ્રાહકોની ખરીદીની પસંદગીઓને સમજવું. આ વર્ષ વિશ્વભરમાં મુશ્કેલ રહ્યું છે, જો કે અમે આશાવાદી છીએ કે વસ્તુઓ સારી થશે. અમે આ એકજીબિશન માં લોકો ની સુરક્ષા નું પૂરતું ધ્યાન રાખ્યું છે જેથી આ કોવિડ19 ના સમય માં કોઈને પણ કોઈપણ પ્રકાર ની તકલીફ નો સામનો ન કરવો પડે.”
લોકડાઉન પછી જયારે લોકો તહેવારો ને લઈને ઉત્સુક છે ત્યારે શોપિંગ એક મહત્ત્વ નું પરિબળ સાબિત થઇ રહ્યું છે અને માટે કલાનિકેતન બોમ્બેવાલા ના એક્ઝિબિશન માં કાપડ ની ગુણવત્તા નું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. ભારત સરકાર દ્વારા લગ્ન પ્રસંગો માં 200 લોકો ની હાજરી ના નવા નિર્ણય ને કારણે લોકો નો લગ્ન પ્રસંગો ને લઈને ઉત્સાહ માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ લગ્ન અને તહેવારો નું કલેક્શન લોકો ને પ્રભાવિત કરશે.