Western Times News

Gujarati News

કલેકટર, મ્યુ. કમીશ્નર વિરૂદ્ધ ફરજ પ્રત્યે બેદરકારી દાખવવા અંગે મેટ્રો કોર્ટમાં ફરીયાદ

અમદાવાદ, શહેર અમદાવાદના પ્રેમ દરવાજા પાસે આટા ચક્કી મીલ તરીકે ઓળખાતી ઈમારતમાં કેન્દ્ર સરકારના આરક્ષીત સ્મારકના કાયદાનો ભંગ કરી ગે.કા.બાંધકામ થયેલ હોવાની માહિતી મળતા લેખીત ફરીયાદ કરવામાં આવી હતી જેમાં કેન્દ્રના પુરાતત્વ ખાતાએ ગે.કા.બાંધકામ કરનારને નોટીસ આપી હતી

જેની નકલ સાથે અ.મ્યુ.કો.ના સત્તાવાળાઓ તથા કલેકટર અમદાવાદને જાણ કરી નોટીસનો અમલ કરવા જણાવાયું હતું આમ છતાં ગે.કા.બાંધકામને અટકાવવાની કે દુર કરવાની કાર્યવાહી નહી કરતા સીનીયર સીટીઝન રાજેન્દ્ર મિસ્ત્રીએ સામાવાળાઓને નોટીસ આપી સદર ગે.કા.બાંધકામને અટકાવી

તથા થયેલ ગે.કા.બાંધકામને દુર કરવા જણાવેલ જેનો અમલ નહીં થતા ફરીયાદીએ અમદાવાદના મે.ચીફ મેટ્રો કોર્ટ મેજીસ્ટ્રેટ સાહેબ સમક્ષ ફોજદારી ફરીયાદ કરતા અમદાવાદ જિલ્લા કલેકટર અ.મ્યુ.કોર્પો.ના કમીશ્નર શ્રી, ડે. મ્યુ.કમીશ્નરશ્રી, આસી.મ્યુ. કમીશ્નરશ્રી, ડે. એસ્ટેટ/ ટીડીઓ અધિકારીશ્રી, પોલીસ ઈન્સ્પેકટર દરીયાપુર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અમદાવાદના ભારતીય પુરાતત્વ વિભાગના અધિકારીઓ સામે સદર ક્રીમીનલ કેસ (ઈન્કવાયરી) નં.૧ર૧/ર૦ થી નોંધવામાં આવેલ છે. જેની મુદ્દત ૩.૭.ર૧ રાખવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.