કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને અનુ. જાતિ પેટા યોજના જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ
પાલનપુર:પાલનપુર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિ પેટા યોજના જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ વર્ષ-૨૦૧૯-૨૦ની બજેટ જોગવાઇ સામે થયેલ કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા કરી હતી. તેમણે અધિકારીઓને જણાવ્યું કે, અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટેની યોજનાઓમાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેના લક્ષ્યાંક પ્રમાણે કામગીરી કરી આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લાભાર્થીઓને મળે તે ધ્યાનમાં રાખી કામગીરી કરીએ. જિલ્લા ગ્રામ વિકાસ, ખેતીવાડી, બાગાયત, યુજીવીસીએલ, વન વિભાગ, સમાજ કલ્યાણ અને સમાજ સુરક્ષા સહિત તમામ અમલીકરણ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરતાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, આ યોજનાઓનો લાભ અંતરીયાળ વિસ્તારના ગામડાના લોકોને પણ સરળતાની મળે તે માટે જરૂરી પ્રચાર-પ્રસાર કરી લોકોમાં જાગૃતિ લાવીએ.
બેઠકમાં ધારાસભ્યો સર્વશ્રી શિવાભાઇ ભૂરીયા, શ્રી મહેશભાઇ પટેલ, શ્રી નથાભાઇ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.વી.વાળા, સમિતિના સભ્યો સર્વશ્રી ભરતભાઇ પરમાર, શ્રી પ્રવિણભાઇ સોલંકી, શ્રી મુકેશભાઇ શ્રીમાળી, શ્રી રાજુભાઇ ડાભી, નાયબ નિયામકશ્રી અ.જા.કલ્યાણ શ્રી એચ. આર. પરમાર, જિલ્લા આયોજન અધિકારીશ્રી જે.આર.પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. મનીષ ફેન્સી સહિત અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.