કલોલની કેનાલમાંથી બાળકની ખોપરી અને હાડકાં મળી આવ્યા

કલોલ, કલોલ તાલુકાના પિયજ ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક બાળકના ખોપરીના ટુકડા અને હાડકાના ટુકડાઓ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ સાથે બાળકના સ્કુલ યુનિફોર્મનો શર્ટ અને ટાઈ પણ મળી આવ્યા હતા પોલીસે કેનાલમાંથી ખોપરી અને હાડકા બહાર કઢાવીને તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર કલોલ તાલુકાના પિયજ ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ખોપરીના ટુકડા અને હાડકાં મળી આવતા આ વાત વાયુવેગે ગામમાં પ્રસરી જવા પામી હતી.
પહેલી નજરે આ કોઈ બાળકની ખોપરી અને હાડકા હોવાનું માલુમ પડયું હતું. આ ખોપરીના ટુકડા અને હાડકા કડીમાંથી ગુમ થયેલા એક ૧૩ વર્ષના બાળકના હોવાની આશંકા ઉભી થઈ છે.