કલોલનું બિલેશ્વરપુરા ગામ સમગ્ર દેશમાં આદર્શ ગામ બન્યું

કલોલ, અમિત શાહના લોકસભા મત વિસ્તારમાં આવેલું બિલેશ્વરપુરા ગામ સમગ્ર દેશમાં આદર્શ ગામ બન્યું છે.
અમિત શાહે દત્તક લીધાના બે વર્ષના સમયગાળામાં બિલેશ્વરપુરા ગામની કાયાપલટ થઈ ચૂકી છે. અમદાવાદ-મહેસાણા હાઈવે ઉપર આવેલ બિલેશ્વરપુરા ગામ તમામ સુવિધાઓથી સજ્જ છે. ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આ ગામ દત્તક લેવામાં આવ્યું હોવાથી રાજ્ય અને કેન્દ્ર સરકારની ૧૦૦ ટકા યોજનાઓ ગ્રામજનો સુધી પહોંચી રહી છે.
ગામમાં મળતી સુવિધાની વાત કરવામાં આવે તો અહીં સાફ-સફાઈની પુરતી વ્યવસ્થા છે. ડૉર-ટૂ-ડૉર સૂકો અને ભીનો કચરો અલગ-અલગ રીતે એકત્રિત કરવામાં આવે છે. જેમાંથી ખાતર બનાવવામાં આવે છે. આ સિવાય બિલેશ્વરપુરા ગામના દરેક ઘરમાં શૌચાલય અને ગટરની વ્યવસ્થા છે અને પાકા રસ્તાઓ આવેલા છે. જેના કારણે ગામમાં ગંદકી નથી જાેવા મળતી.
આ ઉપરાંત બાળકો માટે સ્માર્ટ આંગણવાડી, પ્રાથમિક શાળા તેમજ લાઈબ્રેરી આવેલી છે. જ્યારે ગ્રામજનો માટે સ્વાસ્થ્ય કેન્દ્રની સુવિધા પણ છે, તો મહિલાઓ માટે પ્રશિક્ષણ કેન્દ્ર અને સખી મંડળની રચના કરવામાં આવી છે. આ સિવાય ઘરે-ઘરે પીવાનું પાણી, ગટર લાઈન અને વીજળીની પુરતી સુવિધા પ્રાપ્ત થઈ રહી છે.HS2KP