કલોલમાં ૧૨ વર્ષની બાળકી પર સિક્યોરિટી ગાર્ડે બળાત્કાર ગુજાર્યો
ગાંધીનગર: કલોલ તાલુકામાં ૧૨ વર્ષીય કિશોરી સાથે રેપની ઘટના સામે આવતા સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પાડોશમાં રહેતા ૪૫ વર્ષીય આધેડે ચોકલેટ આપવાના બહાને બાળકીને ઘરે બોલાવી હતી અને બળાત્કાર ગુજાર્યો હતો.
ફરિયાદ મુજબ કથિત બળાત્કારની ઘટના મંગળવાર બપોરે બની હતી. જ્યારે રકનપુર જીઆઈડીસી વિસ્તારમાં ઝુપડપટ્ટીમાં રહેતા અને સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરનાર ઉત્તમસિંહ પીડિતાને ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે, જાે તેના ઘરે આવશે તો તેને ચોલકેટ મળશે.
ત્યારબાદ ઉત્તમ સિંહ બાળકીને તેના ઘરે લઈ ગયો હતો અને બે વાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, આ અંગે કોઈને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને ત્યારબાદ બાળકીને જવા દીધી હતી. ઘરે આવી ત્યારે બાળકીને બ્લીડિંગ થતું અને ત્યારબાદ તેણીએ તેની માતાના સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું.
ત્યારબાદ પીડિતાના માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને સિંહ સામે ર્ઁંઝ્રર્જીં અધિનિયમ હેઠળ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સાંતેજ પોલીસે આરોપીના ઘરે પહોંચીને તેની અટકાયત કરી હતી. સાંતેજ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વનરાજસિંહ માંજારિયાએ જણાવ્યું કે,આરોપી પીડિતાના પરિવાર વિશે જાણતો હતો કે, તેઓ મજૂર છે, પરંતુ પરિવારજનો તેના ઈરાદાથી વાકેફ નહોતા.
આરોપી ઉત્તમસિંહ ઘણીવાર પીડિતાના પરિવારની મુલાકાત લેતો હતો. પીઆઈ માંજારિયાએ જણાવ્યું હતું કે, મેડિકલ તપાસમાં બાળકી સાથે બળાત્કારની પુષ્ટિ થઈ છે અને પીડિતા હજી પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આરોપીને સાબરમતી સેન્ટ્રલ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલી રહી છે.