કલોલ કોલેજમાં વિશ્વ એઇડ્સ દિવસ અવેરનેસ રેલી યોજાઈ
કલોલ વખારીયા કેમ્પસમાં આવેલી આર્ટ્સ- સાયન્સ કોલેજમાં ચાલતા એન.સી.સી.યુનિટ દ્વારા 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની પૂર્વ સંધ્યાએ એઇડ્સ અવેરનેસ રેલી યોજાઈ ગઈ.જેમાં મેજર સી.કે.મેવાડા અને પ્રોગ્રામ ઓફિસર ડો. એચ.કે.સોલંકીએ હાજર રહી એઇડ્સના રોગ થવાનાં કારણો અને સાવચેતીના પગલાં લેવાની યુવાન યુવતીઓને માહિતી આપી હતી.સમાજમાં આ રોગ વિશેની જે સુગ છે તે દૂર કરવા યુવાનોને આહવાન કર્યું હતું.આ પ્રસંગે પ્રો.રોય અને ડો.આર.એન.પરમાર વગરે રેલીમાં જોડાયા હતા. રેલીનું આયોજન પરેશ પટેલે કર્યું હતું.રેલી કોલેજમાંથી બેનર્સ સાથે નીકળી વિવેકાનંદ ચોક થઈ મામલદાર કચેરી આગળ થઈ શહેરમાં ફરી હતી.