Western Times News

Gujarati News

કલોલ તાલુકાના ડીંગુચા ગામની જમીનનો ગણોતધારાની કલમ હેઠળ કાયમી નિકાલ કરવા અંગે જાહેરનામુ

(પ્રતિનિધિ) ગાંધીનગર, મુંબઇ ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા અધિનિયમ – ૧૯૪૮ મુજબ ગણોતધારાની કલમ – ૩૨ માં ઠરાવેલ રીતે મામલતદાર અને કૃષિ પંચ, કલોલ દ્વારા કલોલ તાલુકાના ડીંગુચા ગામની ગણોતધારા કલમ- ૩૨-પી હેઠળ કાયમી ધોરણે નિકાલ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જમીનની કિંમત મામલતદાર અને કૃષિ પંચ, કલોલ દ્વારા નક્કી કરવામાં આવી છે.

મુંબઇ ગણોત વહીવટ અને ખેતીની જમીન નિયમો ૧૯૫૬ નિયમો ૨૧(૧) મુજબ જણાવેલી વ્યક્તિઓ અને મંડળોને જે ગામમાં સંબંધ ધરાવતી જમીન આવી હોઇ તે ગામમાંથી અથવા તે ગામની નજીકના કોઇ ગામમાંથી જેનો ગણોત વહીવટ સમાપ્ત કરેલ હોઇ

અને જે જમીન ખરીદવા ખુશી હોઇ ગણોતીયાને. જે સહકારી કૃષિ મંડળીઓના સભ્યો, ખેત મજુરો ભૂમિહીન વ્યક્તિઓ અથવા નાના જમીન ધારણ કરનાર અથવા એ બધામાંથી એકત્ર થયેલી વ્યક્તિઓનો સમૂહ હોય તે સહકારી કૃષિ મંડળીઓને. ખેત મજુરોને, ભુમિહીન વ્યક્તિઓને, નાની જમીન ધારણ કરનારાઓને,

જે ખેડૂતો માલિક અથવા ગણોતીયા તરીકે અથવા અંશતઃ માલિક અને અંશતઃ ગણોતીયા તરીકે પોષણક્ષમ જમીન કરતા ઓછી જમીન ધારણ કરતા હોઇ અને કારીગરો હોઇ તે ખેડૂતોને સહકારી કૃષિ મડળીઓને, જે ખેડૂતો માલિક અથવા ગણોતીયા તરીકે

અથવા અંશતઃ માલિક અને અંશતઃ ગણોતીયા તરીકે પોષણક્ષમ જમીન કરતા ઓછી જમીન ધારણ કરતા હોઇ અને કારીગરો હોઇ તે ખેડૂતોને. બીજી સહકારી કૃષિ મંડળીઓને, જે ખેડૂતો માલિક અથવા ગણોતીયા તરીકે અથવા અશતઃ માલિક અને અશતઃ ગણોતીયા તરીકે પોષણક્ષમ જમીન કરતા ક્ષેત્રફળમાં વધારે મોટી હોઇ પણ ટોચમર્યાદા વિસ્તાર કરતા ઓછી જમીન ધારણકર્તા હોય તે ખેડૂતોને અને ખેડૂતો સિવાયની ખેતીનો ધંધો કરવા માંગતી હોય તે વ્યક્તિઓને.

આવી વ્યક્તિ અથવા મંડળી અનુસુચિમાં તેની સામે જણાવેલી કિંમત ખરીદવા માટે ખુશી છે કે કેમ ? તે બાબત કૃષિપંચને તા. ૧૫ મી માર્ચ, ૨૦૨૨ પહેલા લેખિત જણાવવી આવી કિંમત કલમ – ૩૨ પી ની પેટા કલમ(૫) મુજબ કલેકટર નક્કી કરે તેવા વાર્ષિક હપ્તાઓમાં ભરવાની થશે.

જે અંતર્ગત કલોલ તાલુકાના ડીંગુચા ગામની સર્વે નંબર – ૨૫૬ , એકર-ગુઠા – ૦-૫૯-૭૮, આકાર – ૪.૫૫ કૃષિ પંચે નક્કી કરેલ કિંમત ૯૧૦/- રૂપિયા છે. આ જ ગામની સર્વે નંબર – ૨૬૦, એકર-ગુઠા – ૦-૭૧-૩૯, આકાર – ૫.૩૫ કૃષિ પંચે નક્કી કરેલ કિંમત ૧૦૭૦/- રૂપિયા છે, તેવું મામલતદાર અને કૃષિ પંચ, કલોલે જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.