કલોલ નગરપાલિકા વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો, ત્રણના મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/advt-western-2021b-1024x696.jpg)
કલોલ: ગાંધીનગરના કલોલમાં કોલેરાને દેખા દીધી છે. કલોલ પૂર્વમાં ગઈકાલે ઝાડા-ઉલ્ટીના કેસમાં સતત વધારો થવા ઉપરાંત ત્રણ લોકોના મોત પણ થયા હોવાનું સામે આવ્યુ છે. જેને લઈને કલોલ નગરપાલિકાના ૨ કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે.
આ વિસ્તારમાં દુષિત પાણીના કારણે સતત ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાઈ રહ્યા છે.
અત્યાર સુધીમાં ૫૦ જેટલા કેસ નોંધાયા છે. બીજી તરફ કલોલ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો જાેવા મળતા તંત્ર હરકતમાં આવ્યુ છે અને કલેક્ટરે કલોલ મામલતદારની કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિમણૂક કરી સ્થિતીને કાબુમાં લેવા પ્રયત્નો શરૂ કર્યા છે.
તંત્ર દ્રારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ખાદ્ય પદાર્થો અને પાણીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા છે. ઉલ્લેખનિય છે કે આ હજુ થોડા દિવસ પહેલા જ નડિયાદમાં કોલેરાએ દેખા દીધી હતી. હવે ગાંધીનગરમાં કોલેરાના કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યુ છે.