Western Times News

Gujarati News

કલોલ લાંચ કાંડના સૂત્રધાર મામલતદાર મયંક પટેલના જામીન કોર્ટે ફગાવ્યા

પ્રતિકાત્મક

પ્રથમ દર્શનીય ગુનો જણાય છે, હાલ જામીન પર મુકત કરી ન શકાયઃ કોર્ટ

અમદાવાદ, કલોલના મામલતદાર ડો.મયંક પટેલએ જામીન મેળવવા માટે કરેલી અરજી એડીશનલ ડિસ્ટ્રીકટ જજ બી.પી. પુજારાએ ફગાવી દીધી છે. કોર્ટ નોધ્યું છે કે, મુખ્ય આરોપી છે. આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ છે. દિન-પ્રતીદીન આવા ભ્રષ્ટાચારના કેસો વધતાં જાય છે.

આરોપીને જામીન પર મુકત કરવામાં આવે તો સમાજમાં તેની અવળી છાપ ઉભી થાય તેમ છે. સમગ્ર કેસની હકીકતો તથા ગુનાની ગંભીરતા ધ્યાને લેતા આરોપીને જામીન આપી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, ફરાર થઈ ગયેલા નાયબ મામલતદાર પ્રવીણ પરમાર નાટકીય રીતે એસીબીમાં હાજર થયા હતા. જેમાં કોર્ટે આગામી દિવસોમાં હુકમ માટે રાખી છે.

કલોલ મામલતદાર કચેરીમાં જમીન તકરાર કે જમીનોની એન્ટ્રી અને જમીનોને લગતા કામકાજમાં મસમોટી રકમ વસુલીને કામ કરતા હોવાની વ્યાપક ફરીયાદો એસીબી તથા સરકારમાં પહોંચી હતી.

દરમ્યાન સોમવારે ગાંધીનગર મુલસાણા ગામની બીનખેતી જમીનની ટ્રસ્ટમાં વેચાણની ર૩ એન્ટ્રી કરાવવા માટે રૂા.ર.૬૦ લાખની લાંચ લેતા મામલતદાર ડો.મયંક પટેલ અને કોમ્પ્યુટર ઓપરેટર નિખીલ પાટીલને એસીબીએ ઝડપી લીધા હતા.

મામલતદાર ડો.મયંક પટેલની જામીન અરજી કરી હતી. જેમાં સરકારી વકીલ રાકેશ પટેલએ કોર્ટમાં તપાસનીશ અધિકારીનો એફીડેવીટ રજુ કરીને જણાવયું હતું કે, આરોપી વર્ગ-રના હોદા પર રહીને ગુનાની પ્રવૃત્તિ આચરેલ છે આરોપી પોતાના હોદાનેો પ્રભાવનો ઉપયોગ કરીને તપાસનો ગેરમાર્ગે દોરીને તપાસનો વિલંબ કરે તેવી પુરી સંભાવના છે.

આરોપીના અવાજના નમુના એફ.એસ. એલ.ખાતે મેળવી પૃથ્થવકરણ કરાવી પુરાવો મેળવવો તપાસમાં ખૂૂબ જ અગત્યનો છે. આરોપીને જામીન પર મુકત કરવામાં આવશે તો સમાજમાં લાંચના દૂષણ તથા ભ્રષ્ટાચારની આવી લાંચીયા અધિકારી તથા કર્મચારીઓ ઉપર કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી તેવી છાપ ઉભી થાય છે. જેથી જામીન અરજી ફગાવી જાેઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.