કલ્યાણી શાળામાં ધોરણ -૯ ના વિદ્યાર્થીઓને પ્રવેશ સાથે વધામણાં
(પ્રતિનિધિ)વલસાડ, તા ૧૩/૬/૨૦૨૨ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩નો પ્રથમ દિવસ .ધોરણ ૯ના વિદ્યાર્થીઓ માધ્યમિક વિભાગમાં પ્રવેશ્યા તેમનો પ્રવેશ યાદગાર બને તે માટે ધોરણ- ૯-ના શિક્ષકો દ્વારા તેમની શાળા પ્રવેશની સેલ્ફી લેવામાં આવી ,તેમજ કુમકુમ તિલક કરી ,પુષ્પવર્ષા કરી દરેકને ચોકલેટ આપી મો મીઠું કરાવી મંગળ પ્રવેશ અપાયો .
ત્યારબાદ તેમને પ્રાર્થના હોલમાં બેસાડી પ્રતિનિધિ રૂપ બાળકોનું શિક્ષકો દ્વારા ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું.બે વિદ્યાર્થીનીઓ કૂ.વૈભવી પાંચિયાવાળા અને કૂ.યશ્વી રાકેશભાઈ પટેલ કે જેઓ દ્ગસ્સ્જીની પરેક્ષામાં પસંદગી પામી તેમનું આચાર્ય સુનિલ પટેલ દ્વારા ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું .
દરેકના મો. પર ઉત્સાહ અને રોમાચ ઝળકતો હતો . આ કાર્યક્રમનું સફળ આયોજન શિક્ષિકા, મિનલબેન, રસવંતી બેન, પિનલબેન ધરતીબેન, શિક્ષકો જગદીશભાઈ, હિતેન્દ્રભાઈ અને મનોજભાઈએ ધોરણ- ૧૦ની અને ૧૧ની વિદ્યાર્થીનીઓ જિનલ, વિશાખા, વગેરેના સહયોગથી કરવામાં આવ્યું હતું . શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવે છે.