કલ્યાણ અને સુશાસનને સમર્પણના 8 વર્ષ વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ 184 સ્થળોએ થયું
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 31મી મે, 2022ના રોજ શિમલા,હિમાચલ પ્રદેશ ખાતે આયોજીત ‘ગરીબ કલ્યાણ સંમેલન’થી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.કેન્દ્ર સરકારના આઠ વર્ષ પૂરા થવા પર, આ જન કાર્યક્રમનું આયોજન રાજ્યોની રાજધાનીઓ, જિલ્લા મુખ્યાલયો અને દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પર આયોજિત કરવામાં આવેલ.
આ મહત્વપૂર્ણ અવસરનું આયોજન જનપ્રતિનિધિઓની સાથે સાથે લાભાર્થીઓ સાથે રાષ્ટ્રવ્યાપી વાર્તાલાપ દ્વારા કરી ,માત્ર તેની અસર જોવા જ નહીં, પરંતુ સરકારના આ કલ્યાણકારી કાર્યક્રમોને કેવી રીતે બહેતર બનાવી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી,
જેથી સન્માનપૂર્વક જીવન પ્રદાન કરવાની સાથે સાથે રાષ્ટ્રને વધુ આગળ સામાજિક-આર્થિક ઉત્થાન માટે તૈયાર કરી શકાય.ભારત સરકારના માનનીય રેલવે , સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે પશ્ચિમ બંગાળથી આ કાર્યક્રમમાં સામેલ શયા હતા.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે જારી કરેલી પ્રેસ રીલીઝ મુજબ આ સમારોહનું ટેલિકાસ્ટ/બ્રોડકાસ્ટ પશ્ચિમ રેલવે અંતર્ગત 184 સ્થળોએ કરવામાં આવ્યું હતું. ભારત સરકારની વિવિધ યોજનાઓ પર બનેલી ફિલ્મોનુ પ્રસારણ વિવિધ સ્ટેશનો, રેલવે ઓફિસો, કારખાનાઓ વગેરે પર કરવામાં આવેલ.
રેલવે સ્ટેશનો અને કાર્યસ્થળો પર માનનીય વડાપ્રધાનના સંબોધનને સાર્વજનિક સંબોધન પ્રણાલી પર પણ પ્રસારિત કરવામાં આવેલ. આ સાથે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે ટ્રેનને લગતી જાહેરાતમાં અડચણ ન આવે.
પશ્ચિમ રેલવે પર આ કાર્યક્રમનું પ્રસારણ 341 ટીવી સ્ક્રીન પર કરવામાં આવેલ, જેને 1,05,598 દર્શકોએ નિહાળેલ અને 184 સ્થળોએ આનું સીધું બ્રોડકાસ્ટ કરવામાં આવેલ હતું, જેને 1.67 લાખ શ્રોતાઓએ સાંભળ્યું હતું.