Western Times News

Gujarati News

કલ્યાણ જ્વેલર્સની 24 એપ્રિલના રોજ 7 રાજ્યોમાં 14 નવા શોરૂમ ખોલવાની યોજના

TS-Kalyanaraman-CMD-Kalyan-Jewellers

કલ્યાણ જ્વેલર્સે IPO પછી નેટવર્ક વિસ્તરણના પ્રથમ તબક્કાની જાહેરાત કરી

થ્રિસ્સૂર, ભારતની સૌથી મોટી જ્વેલરી કંપનીઓ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સે આજે જાહેરાત કરી હતી કે, બ્રાન્ડ પ્રથમ ત્રિમાસિક ગાળામાં એની રિટેલ કામગીરીમં 13 ટકા સુધીનો વધારો કરવાની યોજના ધરાવે છે. કંપની સાત રાજ્યોમાં કામગીરી વધારવાની યોજના બનાવી છે અને 24 એપ્રિલ, 2021ના રોજ તમામ 14 નવા શોરૂમ ઉમેરશે.

જ્યારે બ્રાન્ડે ટિઅર-1 શહેરોમાં કામગીરી વધારવાની યોજના બનાવી છે, ત્યારે બ્રાન્ડ ટિઅર-2 અને ટિઅર-3 બજારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં મધ્યમ કદના શોરૂમ હશે. ટિઅર-1 શહેરોમાં કલ્યાણ જ્વેલર્સ કુલ પાંચ નવા આઉટલેટ શરૂ કરવાની યોજના ધરાવે છે, જેમાં એક ફ્લેગશિપ શોરૂમ સામેલ છે. વર્ષ 2015માં એના ચેન્નાઈ આઉટલેટને જબરદસ્ત પ્રતિસાદ મળ્યા પછી કંપનીએ ચેન્નાઈના શોપિંગ ડેસ્ટિનેશન – નોર્થ ઉસ્માન રોડના હાર્દમાં વધુ એક ફ્લેગશિપ સ્ટોર ખોલવાની યોજના બનાવી છે. કંપની દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદમાં એની કામગીરીને મજબૂત કરશે, જેમાં અનુક્રમે દ્વારકા, માટુંગા, લોઅર પરેલ ફોનિક્સ મોલ અને દિલસુખનગરમાં એક-એક શોરૂમ સામેલ છે.

રિમોટ વર્કિંગથી રિવર્સ માઇગ્રેશન થવાની સાથે ટિઅર-2 અને ટિઅર-3 શહેરો આશાસ્પદ અને વાજબી ખર્ચ એમ બંને દ્રષ્ટિએ અસરકારક પુરવાર થયા છે. આ શહેરોમાં ઝડપી સુધારા અને વૃદ્ધિની સંભવિતતાને ધ્યાનમાં રાખીને કલ્યાણ જ્વેલર્સ તમામ લોકેશનમાં કુલ નવ શોરૂમ ઉમેરશે, જેમ કે નોઇડા (ઉત્તરપ્રદેશ), નાસિક (મહારાષ્ટ્ર), જામનગર (ગુજરાત), પથનામથિટ્ટા (કેરળ), નાગરકોઇલ, મદુરાઈ અને ત્રિચી (તમિલનાડુ) તથા ખમ્મામ અને કરિમનગર (તેલંગાણા)માં. આ નવા તમામ સ્વતંત્ર શોરૂમ ખરીદી માટે સલામત અને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડશે તેમજ રિટેલ બજારને અનુરૂપ જ્વેલરીની અતિ સ્થાનિક ડિઝાઇનો પ્રદાન કરશે.

કંપનીની વિસ્તરણ યોજના અને વ્યૂહરચના વિશે કલ્યાણ જ્વેલર્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ટી એસ કલ્યાણરામને કહ્યું હતું કે, “પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન અમે કુલ 14 નવા આઉટલેટ ઉમેરીશું અને અમારી રિટેલ કામગીરીમાં 13 ટકાનો વધારો કરીશું.

કલ્યાણ જ્વેલર્સ 21 રાજ્યોમાં નોંધપાત્ર કામગીરી ધરાવે છે અને અમે સકારાત્મક અભિગમ ધરાવીએ છીએ કે અમે અમારા પાયા પર સારી કામગીરી કરી શકીશું તથા વૃદ્ધિને વેગ આપવા  અમારી સ્થાપિત પ્રક્રિયાઓ, ખરીદીની ઇકોસિસ્ટમ અને બજારની સમજણનો ઉપયોગ કરી શકીશું. અમે અમારા ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કરવા અમારા તમામ શોરૂમમાં સ્વચ્છતાના કડક પગલાં પણ લીધી છે.”

અત્યારે કલ્યાણ જ્વેલર્સ ભારતમાં 107 અને મધ્ય પૂર્વમાં 30 શોરૂમ ધરાવે છે. આ નવા આઉટલેટના વધારા સાથે કંપની 151 લોકેશનમાં કામગીરી ધરાવશે – જે બ્રાન્ડ માટે સોનેરી સીમાચિહ્ન છે. કલ્યાણ જ્વેલર્સે તાજેતરમાં આઇપીઓ દ્વારા રૂ. 1175 કરોડનું મૂડીભંડોળ ઊભું કર્યું છે અને એમાંથી પ્રાપ્ત થયેલી મોટા ભાગની મૂડીનો ઉપયોગ કાર્યકારી મૂડી વધારવા માટે કરશે. બ્રાન્ડ પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 500 કરોડ સુધીની કાર્યકારી મૂડી વધારશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.