કલ્યાણ જ્વેલર્સ જામનગરમાં શોરૂમ ખોલીને ગુજરાતમાં એની રિટેલ કામગીરી વધારશે
જામનગરમાં ધનવંતરી ગ્રાઉન્ડ સામે નવા શોરૂમનું ઉદ્ઘાટન 24 એપ્રિલ, 2021ના રોજ વર્ચ્યુઅલી થશે
જામનગર, ભારતની સૌથી મોટી જ્વેલરી બ્રાન્ડ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સે જામનગરમાં એનો પ્રથમ રિટેલ શોરૂમ ખોલવાની જાહેરાત કરી છે. આ નવો શોરૂમ શહેરમાં કેન્દ્રમાં ધનવંતરી ગ્રાઉન્ડ સામે, વેલ્કમ ટાવર નજીક સ્થિત હશે. ગુજરાતમાં કલ્યાણનો આ પાંચમો શોરૂમ હશે.
કોવિડ આચારસંહિતાના પાલનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શોરૂમનું ઉદ્ઘાટન એના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ટી એસ કલ્યાણરામન 24 એપ્રિલ, 2021ના રોજ સવારે 10 વાગે વર્ચ્યુઅલી કરશે.
આ લોંચ ઓફરના ભાગરૂપે કલ્યાણ જ્વેલર્સે ગોલ્ડ જ્વેલરી માટે વીએ (ઘડામણ) પર 50 ટકા ડિસ્કાઉન્ટની, ડાયમન્ડ જ્વેલરીની ખરીદી પર 25 ટકા સુધી ડિસ્કાઉન્ટ* તેમજ અનકટ અને કિંમત રત્નની જ્વેલરીની ખરીદી પર 20 ટકા સુધીના ડિસ્કાઉન્ટ*ની જાહેરાત કરી છે. ગ્રાહકોની જ્વેલરીની ખરીદીને વધારે આનંદદાયક બનાવવા કલ્યાણે જૂનાં ગોલ્ડની એક્સચેન્જ ઓફર રજૂ કરી છે, જેમાં ગ્રાહકો કલ્યાણ જ્વેલર્સમાં 0 ટકા કપાત સાથે* જૂની ગોલ્ડ જ્વેલરીના એક્સચેન્જ પર મહત્તમ મૂલ્ય મેળવી શકે છે. આ ઓફર 30 મે, 2021 સુધી માન્ય છે.
કલ્યાણ જ્વેલર્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ટી એસ કલ્યાણરામને શોરૂમ ખોલવા વિશે કહ્યું હતું કે, “ગુજરાત રાજ્ય અમારા માટે હંમેશા મહત્વપૂર્ણ બજાર રહ્યું છે. વર્ષ 2012માં અમે દક્ષિણ ભારતની બહાર અમારો પ્રથમ શોરૂમ ગુજરાતના અમદાવાદમાં ખોલ્યો હતો. પછી અત્યાર સુધી અમે સમગ્ર રાજ્યમાં અમારા શોરૂમ સતત ખોલ્યાં છે અને દેશના આ રાજ્યમાં અમારા ગ્રાહકોની સંખ્યામાં વધારો જોઈ રહ્યાં છીએ.
આજે જામનગરમાં અમારા શોરૂમના ઉદ્ઘાટન સાથે ગુજરાતમાં પાંચમા સૌથી મોટા બજારમાં પ્રવેશ કરવા સજ્જ છીએ. આ વિસ્તારમાં નવું રોકાણ અમારી રિટેલ કામગીરી વધારવાની વ્યૂહરચનાનો ભાગ છે, જેનાથી અમારી બ્રાન્ડ અમારા ગ્રાહકોને વધારે સુલભ થશે. અમારો ઉદ્દેશ અમારા તમામ શોરૂમમાં અમારા ગ્રાહકોને અંગત અને ઉત્કૃષ્ટ સેવા સાથે ખરીદીનો શ્રેષ્ઠ અનુભવ આપવાનો છે. અમે અમારા તમામ શોરૂમમાં અમારા ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કરવા સફાઈના કડક પગલાં પણ લીધા છે.”
જામનગરમાં નવો શોરૂમ બ્રાન્ડના વિસ્તૃત કલેક્શનની રેન્જમાંથી ગોલ્ડ, ડાયમન્ડ અને રત્નજડિત જ્વેલરીની વિશિષ્ટ અને આકર્ષક ડિઝાઇનો ઓફર કરશે. નવો સ્વતંત્ર શોરૂમ સલામત અને સ્વચ્છ ખરીદીનું વાતાવરણ ઓફર કરશે. વળી આ શોરૂમ રિટેલ બજાર કેન્દ્રિત હાયપર-લોકલ જ્વેલરી ધરાવશે. ગુજરાતમાં કલ્યાણ રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મુખ્ય બજારોમાં કામગીરી ધરાવે છે.
કંપની સમગ્ર દેશમાં બ્રાન્ડની હાજરી વધારવા આઇપીઓ લાવી હતી, જે પછી જામનગરમાં શોરૂમ ખોલવો એની વિસ્તરણ યોજનાના પ્રથમ તબક્કાનો ભાગ છે. કલ્યાણ જ્વેલર્સ સમગ્ર ભારતમાં વધુ 13 શોરૂમ ખોલશે. તેમાં કેરળ, તમિલનાડુ અને તેલંગાણામાં 24 એપ્રિલ, 2021ના રોજ તથા મુંબઈ, દિલ્હી અને નાશિકમાં 4 જૂન, 2021ના રોજ શોરૂમ ખોલશે.