કલ્યાણ જ્વેલર્સ ભારત અને વિદેશમાં ત્રણ નવા શોરૂમ શરૂ કરશે
મુંબઈ, ભારતની સૌથી મોટી જ્વેલરી બ્રાન્ડમાંની એક કલ્યાણ જ્વેલર્સે આજે વર્ષના પહેલા મહિના દરમિયાન ત્રણ નવા શોરૂમ શરૂ કરવાની યોજના જાહેર કરી હતી. આ નવા શોરૂમ ભારત અને કુવૈતની અંદર મુખ્ય બજારોમાં બ્રાન્ડની પોઝિશનને વધારે મજબૂત બનાવશે અને એની વૃદ્ધિને વેગ આપશે.
તહેવારની સિઝનની ધ્યાનમાં રાખીને કલ્યાણ જ્વેલર્સે એનો છઠ્ઠો સ્ટોર બેંગાલુરુમાં વ્હાઇટફિલ્ડમાં ખોલવાની તથા પંજાબ અને ચંદીગઢમાં એનો પાંચમો શોરૂમ તેમજ કુવૈતમાં અલફરવાનિયામાં ખોલવાની યોજના બનાવી છે. જ્યારે ચંદીગઢમાં એના શોરૂમનું ઉદ્ઘાટન રિજનલ બ્રાન્ડ એમ્બેસેડર વામિકા ગબ્બી અને સેલિબ્રિટી ઇન્ફ્લુઅન્સર શ્વેતા બચ્ચન કરશે, ત્યારે બેંગાલુરુ અને કુવૈતમાં એના સ્ટોર્સનું ઉદ્ઘાટન એના પ્રમોટર્સ કરશે. આ નવા આઉટલેટ સાથે કલ્યાણ જ્વેલર્સ દુનિયાભરમાં 145 શોરૂમ ધરાવશે.
આ વિશે કલ્યાણ જ્વેલર્સ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ટી એસ કલ્યાણરામને કહ્યું હતું કે, “અમારું માનવું છે કે, ભારતમાં વર્ષ 2020 સંગઠિત જ્વેલરી રિટેલ ઉદ્યોગ માટે ઉજ્જવળ બની રહેશે. એટલે અમે વર્ષનાં પહેલા મહિનામાં મુખ્ય બજારોમાં ત્રણ નવા શોરૂમ શરૂ કરવાની જાહેરાતથી ખુશ છીએ. નવા શોરૂમ આ વિસ્તારોમાં અમારી બ્રાન્ડની કામગીરી વધારવા અમારી કટિબદ્ધતાની પુષ્ટિ કરે છે અને અમારા ગ્રાહકોને વૈશ્વિક કક્ષાની ખરીદીનો અનુભવ આપશે.”
આ દરેક આઉટલેટમાં ગ્રાહકો કલ્યાણની ગોલ્ડ જ્વેલરી પર નવા 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેશનનો લાભ લેવા સક્ષમ બનશે. આ કલ્યાણની વિશેષ પહેલ છે, જે એના વફાદાર ગ્રાહકોને શ્રેષ્ઠ ઓફર પ્રદાન કરવાની બ્રાન્ડની કટિબદ્ધતાને વધારવાનું જાળવી રાખશે. જ્યારે કલ્યાણ જ્વેલર્સમાં જ્વેલરી રિટેલમાં વિવિધ શુદ્ધતાનાં પરીક્ષણોમાંથી પસાર થાય છે અને તમામ જ્વેલરી બીઆઇએસ હોલમાર્ક ધરાવે છે, ત્યારે 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેટ ગ્રાહકોને એક્સચેન્જ કે રિસેલ દરમિયાન ઇનવોઇસમાં ઉલ્લેખિત શુદ્ધતાનાં મૂલ્ય પર ચુકવણી કરવાની ખાતરી આપે છે. ઉપરાંત આ દેશમાં કલ્યાણ જ્વેલર્સનાં શોરૂમ પર આભૂષણોનું કાયમ માટે ફ્રી મેઇન્ટેનન્સ સુનિશ્ચિત કરે છે.
કલ્યાણ જ્વેલર્સ એના ગ્રાહકોને એના એક્સક્લૂઝિવ સ્ટોર્સમાં બ્રાઇડલ જ્વેલરીની રેન્જ મુહુર્તની સાથે પોલ્કી જ્વેલરી તેજસ્વી, હેન્ડક્રાફ્ટેડ એન્ટિક જ્વેલરી મુધ્રા, ટેમ્પલ જ્વેલરી નિમાહ, ડેન્સિંગ ડાયમન્ડ ગ્લો, સોલિટેઇર જેવી ડાયમન્ડ જ્વેલરી ઝિઆહ, અનકટ ડાયમન્ડ અનોખી, વિશેષ પ્રસંગો માટે ડાયમન્ડ અપૂર્વ, વેડિંગ ડાયમન્ડ અંતરા, ડેઇલી વેર ડાયમન્ડ હેરા અને કિંમતી સ્ટોન જ્વેલરી રંગ જેવી કલ્યાણની લોકપ્રિય બ્રાન્ડ ઓફર કરશે. કલ્યાણ એના પોર્ટફોલિયોમાં એક લાખથી વધારે આધુનિક અને પરંપરાગત ડિઝાઇનો ધરાવશે તથા દરરોજ ધારણ કરવા તેમજ બ્રાઇડલ વેર અને તહેવારનાં પ્રસંગો માટે સિલેક્શન ઓફર કરશે.