કવાસગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે બે ખેપિયાને પકડી ૩.૮૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
સુરત, ઇચ્છાપોર પોલીસને બાતમી મળી હતી કે કવાસગામ પાસેથી એક દારૂનો જથ્થો ભરેલી કાર પસાર થવાની છે. જે બાતમીના આધારે પોલીસે કવાસગામમાં વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર નજરે પડતા પોલીસે તેને પકડી પાડી હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ૫૯ નંગ દારૂની બોટલ મળી આવી હતી.
પોલીસે દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૩.૮૬ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે બે ખેપિયાને પણ ઝડપી પાડી તેમની ધરપકડ કરી હતી જયારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
બનાવની વિગત એવી છે કે ઇચ્છાપોર પોલીસ મથકમાં અ.હે.કો.તરીકે ફરજ બજાવતા ઇન્દ્રજીતસિંહ અમરસંગ વનારને બાતમી મળી હતી કે કવાસગામ વિસ્તારમાંથી એક જીજે.૫.આર.જે.૨૯૦૧ નંબરની કાર દારૂનો જથ્થો લઇ પસાર થવાની છે. જે બાતમીના આધારે પોલીસે કવાસગામમાં આવેલ કલ્પતરૂ દુકાનની સામે રોડ ઉપર જાહેરમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીમ વર્ણનવાળી કાર નજરે પડતા પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડી હતી.
પોલીસે કારની તલાશી લેતા તેમાં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડ અને બેચ નંબરની ૭૫૦ મી.લી. ની ૫૯ બોટલો મળી આવી હતી. જેની કિંમત ૩૧,૨૮૦ રૂપિયા છે. આ સાથે પોલીસે બંને આરોપીના મોબાઇલ ફોન, તથા ૩.૫૦ લાખની કાર મળી પોલીસે કુલ ૩,૮૬,૭૮૦ ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કેસમાં પોલીસે દારૂની ખેપ મારતા સોનુ ઉર્ફે સોનુ બિહારી રામનરેશ વર્મા (રહે.મકાનનં.એ/૯૩ ચિત્રકુટ સોસાયટી મોરાગામતા.ચોર્યાસી જી.સુરત તથા મુળવતનઃગામ-કોલુવામઠીયા પોસ્ટ-સપાહા થાના-કશ્યાન જી.કુશીનગર ઉત્તરપ્રદેશ), વિક્રમકુમાર કમલરાજ બસનેટ (રહે.મોરાગામ હરીજનવાસતા.ચોર્યાસી જી.સુરત તથા મુળવતનઃગામ-ગુટોલથાના-નરપરાચીજી.ભૈરવા નેપાળ)ની ધરપકડ કરી હતી. કારમાં દારૂનો જથ્થો ભરાવનાર મુન્ના નામના બુટલેગરને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.