કવિતા કૌશિક FIRની બીજી સીઝન સાથે પરત ફરી શકે છે
મુંબઈ: એક્ટ્રેસ કવિતા કૌશિક હાલમાં જ ટીવીના સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ ૧૪માં જાેવા મળી હતી. થોડા દિવસ ઘરમાં રહ્યા બાદ તે એક દિવસ બહાર થઈ, કારણ કે તેને લાગ્યું કે તે શોમાં ફિટ થઈ શકી નહીં. હાલમાં, કવિતાએ તેના ટીવી શો એફઆઈઆરના કો-સ્ટાર્સ સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. ઘણા વર્ષ સુધી ચાલેલા આ શોમાં કવિતા કૌશિકે ચંદ્રમુખી ચૌટાલાનું પોપ્યુલર કેરેક્ટર નિભાવ્યું હતું.
હવે, શો ટીવી પર પરત ફરશે તેવી ચર્ચા થઈ રહી છે. કવિતા કૌશિક સાથે વાતચીત કરી હતી અને ફરીથી આ ભૂમિકા તે ભજવવા માગશે કે કેમ તેમ પૂછ્યુ હતું. એક્ટ્રેસે કહ્યું કે, શો હાઈ-નોટ સાથે ખતમ થયો હતો. એવું નહોતું કે, ઓછી ટીઆરપીના કારણે તે ઓફ-એર થયો હતો. તેથી, જ તે એક કારણ છે કે લોકોને હંમેશા લાગે છે કે એફઆઈઆરનો બીજાે ભાગ આવશે.
અમે નવ વર્ષ સુધી શો કર્યો અને તે ૨૦૧૫માં ઓફ-એર થયો. તે સમયે અમને લાગ્યું હતું કે, થોડા બ્રેક બાદ પાછા આવીશું. પરંતુ બાદમાં બધા પોતાના કામમાં બિઝી થઈ ગયા. જ્યારે પણ ચેનલ અથવા પ્રોડક્શન હાઉસે સૂચવ્યું, ત્યારે કોઈના લગ્ન થઈ રહ્યા હતા અથવા કોઈ બીજા શોમાં કામ કરી રહ્યું હતું અથવા કોઈ ટ્રાવેલિંગ કરી રહ્યું હતું.
હંમેશા કંઈને કંઈ થતું હતું અથવા દરેકના શિડ્યૂલ મેચ ખાતા નહોતા. અમે નવી સીઝન સાથે પાછા આવી શકીએ છીએ. પરંતુ આ બધું દરેકના સમય અને ઉપલબ્ધતા વિશે છે. કવિતા કૌશિક સિવાય કિકુ શારદા, અલી અસગર, શિવ પંડિત અને સંદીપ આનંદ એફઆઈઆરનો ભાગ હતા.
૧૫મી ફેબ્રુઆરીએ કવિતા કૌશિકનો બર્થ ડે હતો. જે તેણે એફઆઈઆર ગેંગ કિકુ શારદા, ગોપી ભલ્લા, સંદીપ આનંદ અને પતિ રોનિત વિશ્વાસ સાથે મનાવ્યો હતો. કવિતાએ બધા સાથેની હેપી તસવીર શેર કરી હતી.