કવિ પ્રકૃતિ, સંસ્કૃતિ અને ઈશ્વરનો સંદેશા વાહક છે : પૂ. સીતારામ બાપુ
કુંઢેલી : તળાજા શહેર ખાતે કવિ પ્રવીણ કંડોળિયા રચિત “પ્રકૃતિને પાંદડે” અને “ચામુંડા ગરબા ચાલીસી”ના બે કાવ્ય સંગ્રહનો વિમોચન વિધિ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂ. સીતારામ બાપુએ કવિના આ બે કાવ્ય સંગ્રહોને વધાવતાં જણાવ્યું હતુ કે, કવિ પ્રકૃતિ, સંસ્કૃતિ અને ઈશ્વરનો સંદેશા વાહક છે.
કાર્યક્રમના પ્રારંભે ગણેશ સ્તુતિ અને માડી તારું કંકુ ખર્યુને સૂરજ ઉગ્યો.. ના સાંગિતિક ગાનથી સમગ્ર વાતાવરણમાં ઉલ્લાસ છવાયો હતો. આ પ્રસંગે અગીયાળી આશ્રમના પૂ. ભગવાનભાઈ જાશી, ડો. વાળા, ડો. મારડિયા, એલ.સી. ટાઢા, સંપાદક ધનજીભાઈ લાધવા તેમજ જાંબાળા શાળા પરિવાર, સાહિત્ય પ્રેમીઓ, લોક સાહિત્યકારો, શુભેચ્છકોની બહોળી હાજરી રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન/ સંકલન નિલેષભાઈ પંડયા, દિલીપભાઈ રાઠોડ, અશોકભાઈ ટાંક અને કૃણાલભાઈ ઠક્કર દ્વારા થયું હતું.*