કશ્મીરમાં ૭૦૦ વર્ષ જૂના શિવ મંદિરને ૨૬ વર્ષ બાદ ફરી ખોલવામાં આવ્યું
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ ધીરે ધીરે અનેક ઐતિહાસિક પરિવર્તન આવી રહ્યા છે. આતંકી ઘટનાઓમાં ઘટાડાની સાથે હવે ત્યાં વર્ષોથી બંધ પડેલા હિંદુ મંદિરો પણ ફરી ખોલવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.
શ્રીનગરમાં ક્ષતિગ્રસ્ત થઈ ચૂકેલા ઐતિહાસિક શીતલનાથ મંદિરને ૨૬ વર્ષ બાદ ખોલવામાં આવ્યું. આની પહેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રહ્લાદ પટેલે કરી. તે જમ્મુ કાશ્મીરના બે દિવસીય પ્રવાસ પર મંગળવારે કાશ્મીરમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે ૭૦૦ વર્ષ જૂના શીતલનાથ મંદિર અંગે પુછપરછ કરી.
તેમણે જણાવ્યું તે વર્ષ ૧૯૯૫માં ચરારે શરીફની દરગાબમાં થયેલા અગ્રિકાંડ બાદ કશ્મીરી અલગાવવાદીઓ અને આતંકવાદીઓએ કાશ્મીર ઘાટીના સૈંકડો મંદિરો પર હુમલો કરીને તેમને વેરવિખેર કરી નાંખ્યું હતુ. જેમાંથી અનેક મંદિરને સળગાવી દીધું હતુ. શીતલનાથ મંદિર ક્ષતિગ્રસ્ત થયા તે જ મંદિરોમાંથી એક હતું.
અધિકારીઓએ તેમને જણાવ્યું કે આ ઘટના બાદથી આ મંદિર બંધ પડ્યુ છે. આના પર પ્રહ્લાદ સિંહ પટેલે આગ્રહ કરીને ઐતિહાસિક શીતલનાથ મંદિરને ફરી ખોલાવ્યુ અને ત્યાં ભગવાન શિવનો અભિષેક કર્યો. પૂજા અર્ચનાની પહેલા સ્થાનીય પ્રશાસને આ શિવ મંદિરની સાફ સફાઈ કરાવી. આ બાદ મંત્રીએ મંદિરમાં જઈને ભગવાન શિવના દર્શન કરી જળ ચઢાવ્યું.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના હજારો વર્ષના ઈતિહાસમાં ચિત્રિત કરવા માટે ઋષિ કલ્હાણે ૧૧૪૮-૪૯માં રાજતરંગિણીની રચના કરવામાં આવી હતી. આ કાવ્ય રચનામાં શીતલનાથ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંદિર કાશ્મીરના સેંકડો વર્ષ જૂના મંદિરમાંથી એક છે.HS