કસલાવટી ગામે રહેણાંક મકાનમાં તસ્કરો ચોરી કરી ફરાર

વિરપુરના કસલાવટીનો ગામનો બનાવ.
પરીવાર છોકરાને મળવા ગાંધીનગર ગયા અને તસ્કરોએ ધર સાફ કરી દીધું.
રાત્રિના અજાણ્યા ઈસમોએ ઘરના દરવાજા ની સ્ટોપર તોડી તિજોરીમાં રાખેલ સોનું,ચાંદી તફડાવી ગયા
તસ્કરોએ છ તોલા સોનુ ૧.૨૬૦૦૦/- મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર
વિરપુરના નાના એવા ગામ કસલાવટી બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ સોના-ચાંદીના દાગીના ચોરી કરતા વિરપુર પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. બંધ મકાનમાં તસ્કરોએ હાથસફાઇ કરી હતી.
તિજોરી તોડી તેમાંથી સોના- ચાંદીના દાગીનાની રકમ મળી કુલ 1,26,000 મત્તાની ચોરી થતાં આસપાસમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કુંભરવાડીના કસલાવટીમા રહેતા શૈલેષભાઈ ખેમાભાઈ પટેલ કચ્છ વિસ્તારમાં શીક્ષક તરીકેની ફરજ નિભાવે છે.
કસલાવટીના શૈલેષભાઈ ખેમાભાઈ પટેલનો પુત્ર ગાંધીનગર ખાતે કોલેજમાં અભ્યાસ કરતો હતો. જેને મળવા સહ પરિવાર ગયો હતો. પાછલા ભાગમાંથી ધાબાપર જઈ મકાન મા પ્રવેશ્યા હતા અને બેડરૂમ મા આવેલ તિજોરીનો દરવાજો તોડી તેમાં મૂકેલા સોનાના દાગીના જેમાં મંગળસુત્ર જે સાડાત્રણ તોલાનુ તેમજ બીજા રૂમ કબાટ મા મુકેલ નાની-મોટી વીંટીઓ બુટ્ટીઓ અઢી તોલા જેટલી આમ બધું મળી તસ્કરો કુલ 1,26,000/- લાખના મુદ્દામાલ પર હાથ માર્યો હતો.
આ બનાવની જાણ વિરપુર પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવતાં તસ્કરોને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે.