“કસૌટી જિંદગી કી ૨” ફેમ અરિહા અગ્રવાલને કોરોના થયો
મુંબઈ: સીરિયલ કસૌટી જિંદગી કીમાં હિના ખાનની ઓન-સ્ક્રીન બહેનનો રોલ પ્લે કરનારી અરિહા અગ્રવાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તે પ્રેમ બંધનમાં કામ કરી રહી છે. વાતચીત કરતાં એક્ટ્રેસે જણાવ્યું કે, મને થોડો તાવ હતો અને આ સિવાય મારામાં બીજા કોઈ લક્ષણ નહોતા. મેં ગઈકાલે ટેસ્ટ કરાવ્યો હતો.
જે પોઝિટિવ આવ્યો હતો. હું સીનિયર અને યંગ એમ દરેક પ્રકારના વયજૂથ સાથે શૂટિંગ કરી રહી છું. જ્યારે તમે મિક્સ વયજૂથ સાથે કામ કરતા હો ત્યારે સાવચેતી રાખવી જરૂરી છે. મારી અંતરઆત્માએ મને ટેસ્ટ કરાવવાની ના પાડી હતી. છેલ્લા કેટલાક કલાકોમાં એક્ટ્રેસે તેની સેન્સ ઓફ સ્મેલ ગુમાવી હતી. મારામાં નબળાઈ આવી ગઈ છે. કોઈ વસ્તુની સુગંધ નથી આવી રહી તે વિચિત્ર લાગે છે. મેં મારી જાતને મારા રૂમમાં આઈસોલેટ કરી છે. હું વિટામિન સી, ઝિંક લઈ રહી છું. હું આ સિવાય હાઈડ્રેટેડ રહુ છું.
આ સિવાય મેડિટેશન અને શક્ય એટલો આરામ કરું છું. હું ડિજિટલ રીતે મારા પ્રિયજનો સાથે સંપર્કમાં છું. કેટલીક મિત્રતા વધુ મજબૂત થઈ રહી છે. મારા ફ્રેન્ડ્સ સાથે વાત કરવા માટે મારી પાસે આખો દિવસ છે’, તેમ એક્ટ્રેસે જણાવ્યું. તેણે ઉમેર્યું કે, હું આ બ્રેકનો ઉપયોગ આરામ કરવા માટે કરી રહી છું. હું ફરીથી સેટ પર જવા માગુ છું. તેમ છતાં, શાંત રહેવાનો પ્રયાસ કરી રહી છું અને આ સમયનો ઉપયોગ આત્મનિરીક્ષણ માટે કરુ છું. હું મારી મેન્ટલ હેલ્થ પર કામ કરી રહી છું. હું શો જાેઈ રહી છું,
મ્યૂઝિક સાંભળુ છું અને ફોનમાં લૂડો પણ રમું છું. એક્ટ્રેસે કોરોના વાયરસથી સંક્રમિત થયેલા તમામને સલાહ પણ આપી છે. જ્યારે તમને કોવિડ-૧૯થી સંક્રમિત થાઓ ત્યારે તમારા માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર પડે છે. તેથી, હું દરેકને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની પણ વિનંતી કરું છું.